તિજોરી ભલે તળિયા ઝાટક હોય પણ મધ્યપ્રદેશ સરકાર ૧૦૦ કરોડનું નવુ જેટ વિમાન ખરીદશે

ભોપાલ, કોરોના મહામારીના કારણે મધ્ય પ્રદેશની આર્થિક સ્થિતી ભલે ડામાડોળ થઈ ગઈ હોય, પણ સરકાર પોતાના આંધળા ખર્ચા કરવામાં જરાંયે પાછીપાની કરવા માગતી નથી. કદાચ આ જ કારણ હોઈ શકે કે, આટલુ હોવા છતાં પણ સરકાર હવે ૧૦૦ કરોડ રૂપિયાનું વિમાન ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે. તેના માટે પ્રસ્તાવ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
હકીકતમાં જાેઈએ તો, થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશ સરકારનું ૬૧ કરોડની કિંમતનું નવિ વિમાન લેન્ડીંગ સમયે ગ્વાલિયર એરપોર્ટ પર દુર્ઘટનાનો શિકાર થયું હતું. બાદમાં ખબર પડી હતી કે, આ વિમાન ઉડાન ભરવાને લાયક નહોતું. તેથી સરકારને હવે નવો ખર્ચો આવ્યો છે. સરકારે પણ તેમા જરાંયે મોડુ કર્યા વગર ઉતાવળે ૧૦૦ કરોડનું વિમાન ખરીદવાનો પ્લાન બનાવી રાખ્યો છે.
હકીકતમાં જાેઈએ તો, આ ૧૦૦ કરોડનું જેટ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ આ અગાઉ વર્ષે ૨૦૧૮માં તત્કાલિન શિવરાજ સરકારે જ તૈયાર કર્યો હતો. પણ વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બની અને તત્કાલિન મુખ્યમંત્રી કમલનાથ આ વિમાન મોંઘુ છે, તેવુ કહીને ૬૧ કરોડ રૂપિયામાં કિંગ બી ૨૦૦ વિમાન ખરીદવાનો ર્નિણય કર્યો. ત્યારથી આ વિમાન સરકારી સેવામાં હતું. જાે કે કોરોનાકાળમાં સેવામાં લેતા આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. ત્યાર બાદ સરકાર ભાડાના વિમાનનો ઉપયોગ કરતી હતી.HS