તિરંગાને સલામી આપતી વખતે કોંગ્રેસના નેતાને હાર્ટ એટેક આવતા મોત નિપજયાં

ધનબાદ, એક તરફ જ્યાં આખો દેશ સ્વતંત્રતા દિવસનું સેલિબ્રેશન ધૂમધામથી કરી રહ્યો હતો તો ધનબાદથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક કોંગ્રેસના નેતાનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું. ક્યારે, કોને અને કઇ રીતે મોત આવી જાય કોઈને ખબર નથી હોતી. એવી જ એક ઘટના ધનબાદથી સામે આવી છે. અહીં તિરંગાને સલામી આપતી વખતે કોંગ્રેસના નેતાનું મોત થઈ ગયું. અનવર હુસેન કોંગ્રેસ પાર્ટીના ચિરકુંડા નગરના મંડળ અધ્યક્ષ હતા. અનવર હુસેન ધનબાદના ચિરકુંડા શાહિદ ચોક પર સ્વતંત્રતા દિવસના અવસર પર કાર્યક્રમમાં સામેલ થયા હતા. ધ્વજ ફરકાવ્યા બાદ તેઓ તિરંગાને સલામી આપી રહ્યા હતા. ત્યારે જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ જમીન પર પડી ગયા.
તેમને ઇમરજન્સીમાં હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. અનવર હુસેન જૂના કોંગ્રેસી કાર્યકર્તા હતા. તેઓ દર વર્ષે ચિરકુંડા શાહિદ ચોક પર ધ્વજ ફરકાવે છે પરંતુ કોઈએ વિચાર્યું નહોતું કે આ તમનો અંતિમ સ્વતંત્રતા દિવસ હશે અને આ રીતે તેમનું મોત થઈ જશે. તો કોંગ્રેસી નેતાઓએ અનવર હુસેનના મોતને શહીદનો દરજ્જાે આપ્યો છે. એ પહેલા મુખ્યમંત્રી હેમંત સોરેને ઐતિહાસિક મોરહાબાદી મેદાનમાં ધ્વજવંદન કર્યું હતું. તેમણે સ્વતંત્રતા દિવસ પર રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
આ દરમિયાન તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું અને રાજ્યમાં પોતાના કાર્યકાળમાં કરેલા કાર્યોને પોતાના સંબોધનમાં રાજ્ય રહેવાસીઓ સમક્ષ રાખ્યા. મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યના ૨૨ પોલીસકર્મીઓને ઉત્કૃષ્ટ સેવા માટે સન્માનિત કર્યા હતા. દેશનો ૭૫મો સ્વતંત્રતા દિવસ રવિવારે આખા દેશમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો. આ અવસર પર દેશના અલગ અલગ ભાગના નેતાઓએ બ્રિટિશ શાસન સામે ભારતની આઝાદી માટે લડનારા લોકોના બલિદાન અને પ્રયાસોના વખાણ કર્યા.
આ દિવસને ચિહ્નિત કરનારી મુખ્ય ઘટનાઓ અને જાહેરાતો અહીં કરવામાં આવી. ઝારખંડે ૭૫મો સ્વતંત્રતા દિવસ ધૂમધામથી મનાવ્યો. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનએ મોરહાબાદ મેદાનમાં ધ્વજ ફરકાવ્યો, જ્યારે બીજી રાજધાની દુમકામાં રાજ્યપાલ રમેશ બેસે તિરંગો ફરકાવ્યો. રાજ્યમાં કોરોના વાયરસના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી અને વરિષ્ઠ નાગરિકોને ઘરે રહેવા અને ટેલિવિઝન પર કાર્યક્રમ જાેવાની અપીલ કરી હતી.HS