તિરસ્કાર કેસમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ દોષી
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વિરૂધ્ધ ટ્વીટર પર વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણની ટ્વીટ કરવામાં મુશ્કેલી વધી ગઇ છે અદાલતે પ્રશાંત ભૂષણને તિરસ્કાર કેસમાં દોષી ઠેરવ્યા છે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ૨૦ ઓગષ્ટે પ્રશાંતની સજા અંગે ચર્ચા થશે એ યાદ રહે કે પ્રશાંત ભૂષણે તેમની સમક્ષ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ૪ ન્યાયાધીશો વિષે ટિ્વટર પર ટીપ્પણી કરી હતી ત્યારબાદ કોર્ટે તેમને કોર્ટની તિરસ્કાર તરીકે દોષી ઠેરવ્યા હતાં.
અગાઉ સુપ્રીમે ૧૧ વર્ષ જુના અવમાનના કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંતની સફાઇને નકારી હતી ન્યાયાધીશ અરૂણ મિશ્રા,બી આર ગવાઇ અને કૃષ્ણા મુરારીની ખંડપીઠે કહ્યું હતું કે તે આ કેસની સુનાવણી કરશે અને નિર્ણય લેશે કે ન્યાયાધીશો વિષે ભ્રષ્ટાચાર અંગેની ટીપ્પણી ખરેખર તિરસ્કાર છે કે નહીં પ્રશાંતે આ કેસ અંગે સુપ્રીમમાં પોતાનો ખુલાસો રજુ કર્યો હતો. ૨૦૦૯ના આ કેસમાં ભૂષણે તેમના નિવેદનમાં દિલગીરી વ્યકત કરતા કહ્યું કે મારો કહેવાનો અર્થ ભ્રષ્ટાચાર નથી પરંતુ ફરજ બજાવવી નહીં.
એ યાદ રહે કે પ્રશાંત ભૂષણ સામે સુપ્રીમ કોર્ટની અવમાનનો આ કેસ ૧૧ વર્ષ જુનો છે ૨૦૦૯માં આ સમયે પ્રશાંત,તેહલકાને એક મુલાકાતમાં સુપ્રીમ કોર્ટના ૧૬ પૂર્વ મુખ્ય ન્યાયાધીશોમાંથી આઠને ભ્રષ્ટ ગણાવ્યા છે સુપ્રીમ કોર્ટે આ અંગે ભૂષણ અને તેજપાલને અવમાનની નોટીસ ફટકારી છે તરૂણ તેજપાલ તે સમયે તેહલકા મેગેઝીનના સંપાદક હતાં.HS