તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં જ્હાન્વી કપૂરે દર્શન કર્યા

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે રવિવારે આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. એક્ટ્રેસે અહીં પૂજા અર્ચના કરી ઈશ્વરના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન જ્હાન્વી સાઉથ ઈન્ડિયન સ્ટાઈલની સાડી અને જ્વેલરી પહેરીને આવી હતી. પિંક રંગની હાફ સાડીમાં જ્હાન્વી ખૂબ સુંદર લાગતી હતી.
તિરુમાલા મંદિરમાં દર્શન કર્યા બાદ જ્હાન્વી રવિવારે રાત્રે જ મુંબઈ પરત ફરી હતી. આ દરમિયાને તે એરપોર્ટ પર પીળા રંગના ડ્રેસમાં જાેવા મળી હતી. આ સિમ્પલ લૂકમાં પણ જ્હાન્વી ખૂબ સુંદર લાગતી હતી. જણાવી દઈએ કે, ગત વર્ષે જ્હાન્વી સ્વર્ગસ્થ મમ્મી શ્રીદેવીના જન્મદિને પણ તિરુપતિ મંદિરમાં દર્શન માટે ગઈ હતી.
૨૦૧૯માં જ્હાન્વીએ તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કર્યા હતા. એ વખતે તે ખુલ્લા પગે ૩૫૦૦ સીડી ચડીને ભગવાનના આશીર્વાદ લેવા પહોંચી હતી. તિરુપતિ વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલું છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. આ મંદિર સમુદ્ર તટથી ૩૨૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે. જણાવી દઈએ કે, જ્હાન્વી અવારનવાર ધાર્મિક સ્થળોના દર્શને જાય છે.
ગત મહિને જ્હાન્વી ખાસ ફ્રેન્ડ સારા અલી ખાન સાથે બાબા કેદારનાથના દર્શને ગઈ હતી. કેદારનાથની જ્હાન્વી અને સારાની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો જ્હાન્વી, ૨૦૨૨માં ત્રણ ફિલ્મોમાં જાેવા મળશે. ‘દોસ્તાના ૨’, ‘ગુડલક જેરી’ અને ‘મિલી’માં જાેવા મળશે.
‘મિલી’ જ્હાન્વી અને તેના ફિલ્મમેકર પિતા બોની કપૂરની એકસાથેની પહેલી ફિલ્મ છે. આ સિવાય જ્હાન્વી રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જાેવા મળશે. આ સિવાય કરણ જાેહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં દેખાશે.SSS