તિરૂવનંતપુરમના વિમાની મથકેથી બે આતંકીઓ ઝડપાયા
તિરૂવનંતપુરમ, રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએએ કેરલના તિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર ત્રણ કલાની પુછપરછ બાદ કહેવાતી રીતે બે આતંકવાદીઓને હિરાસતમાં લીધા છે. સુત્રોએ કહ્યું કે બંન્ને આતંકવાદીઓના સાઉથ આરબથી અહીં પહોંચ્યા બાદ એનઆઇએએ બંન્નેને હિરાસતમાં લીધી જેમાંથી એક ગુલ નવાજ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે જયારે બીજાે શુહૈલ કેરલના કન્નુરથી સંબંધ ધરાવે છે.
આ બંન્નેમાંથી એક આતંકી લશ્કર એ તોઇબા જયારે બીજાે ઇડિયન મુજાહાદ્દીનથી જાેડાયેલ છે સાઉદી આરબના રિયાધથી અહીં પાછા ફર્યા બાદ ગુપ્ત એજન્સી રો સહિત અનેક તપાસ એજન્સીઓએ તેમાં લગભગ ત્રણ કલાક પુછપરછ કરી ત્યારબાદ તેમને હિરાસતમાં લેવામાં આવ્યા હતાં.તેઓને પહેલા કોચ્ચી લાવવામાં આવશે ત્યારબાગ શુહૈલને બેંગ્લુરૂ અને ગુલને દિલ્હી લઇ જવામાં આવશષે આ બંન્ને આતંકીઓને બેંગ્લુરૂમાં વિસ્ફોટને લઇ હિરાસતમાં લેવામાં આવ્યા છે તથા આ મામલામાં બંન્ને વિરૂધ્ધ લોકઆઉટ નોટીસ પણ જારી કરવામાં આવી હતી.
આ પહેલા એનઆઇએએ ૧૯ સપ્ટેમ્બરે ત્રણ આતંકીઓને કેરલના અર્નાકુલમથી અને છની પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી ધરપકડ કરી હતી હિરાસતમાં લીધા બાદ એજન્સીે કહ્યું કે પ્રારંભિત તપાસમાં સોશલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન ખાતે અલ કાયદાના આતંકવાદીઓએ તેમને રાષ્ટ્રીય પાટનગર સહિત દેશના અનેક વિસ્તારોમાં મોટા પાયા પર હુમલા કરવા માટે તૈયાર કર્યા હતાં. આ ઉપરાંત હિરાસતમાં લેવામાં આવેલ આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં ડિઝીટલ ઉપકરણ જેહાદી સાહિત્ય અને દસ્તાવેજ તેજ હથિયાર દેશી બોંબ અને રક્ષા જેકેટ કબજે કરવામાં આવ્યા હતાં.HS