તિલકવાડાના વડવાળા પાસે ઘાતક માછલી નર્મદા નદીમાં જોવા મળી
નર્મદા, તમે હોલિવુડની ફિલ્મોમાં ઘાતક માછલીઓ વિશે જાેયુ હશે. પીરાન્હા ફિલ્મને પણ વારંવાર જાેઈ હશે. ત્યારે આવી જ ઘાતક માછલી નર્મદા નદીમાં જાેવા મળી છે. ત્યારે જળસૃષ્ટિ માટે આફતરૂપ માછલી નર્મદા નદીમાં આવી ગઈ છે.
માછીમારોને નદીમાં માછીમારી દરમિયાન સકર ફિશ મળી હતી. અદભૂત વાત તો એ છે કે, પાણીમાંથી બહાર લાવ્યા બાદ તે બે કલાક જીવિત રહી હતી. જેથી માછીમારોએ તેને ફરી પાણીમાં છોડી દીધી હતી.
નર્મદા નદીમા તિલકવાડા તાલુકાના વડવાળા ગામના નર્મદા નદીમા માછીમારી કરતા કેટલાક માછીમારોની જાળમાં સકર ફિશ આવી હતી. કહેવાય છે કે, સકર ફિશ સામાન્ય રીતે શો પીસમાં રાખવામા આવતી હોય છે. કારણ કે, તે નદી, જળાશયો અને તળાવોમા હોય તો જળચર જીવસૃષ્ટી પર મોટી અસર કરે છે. તે અનેક પ્રજાતિઓની માછલી, જંતુઓને ખાઈ જઈને પાણીમાં પોતાનુ સામ્રાજ્ય બનાવે છે. પાણીમાં થતી શેવાળને પણ તે છોડતી નથી.
સકર ફિશની ખાસિયત એ છે કે તે સામાન્ય રીતે પાણીના તળિયે રહે છે. તે ઈકો સિસ્ટમને ડિસ્ટર્બ કરનારી ગણાય છે. અન્ય જીવોને મારીને પોતાનુ સામ્રાજ્ય જમાવવામાં માહિર છે આ માછલી. તે નદી માટે ઘાતક ગણાય છે. શિકારી ફિશ તરીકે તેની ગણના થાય છે.
આ શિકારી ફિશ વિશેક કહેવાય છે કે, મૂળ દક્ષિણ અમેરિકાની એમેજાેન નદીની છે. ભારતમાં પણ અનેક નદીઓમાં તે જાેવા મળે છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં સકર ફિશ જાેવા મળે છે. જાેકે, ગંગા અને યમુનાની ઈકો સિસ્ટમને નુકસાન કરવામાં આ ફિશનો મોટો ફાળો છે.SS1MS