તિહાર જેલમાં ૮ દિવસમાં પાંચ કેદીનાં મોત થયા
નવી દિલ્હી, તિહાડ જેલમાં શુક્રવારે વધુ એક કેદીનુ મોત થઈ ગયુ. કેદીની તબિયત સારી નહોતી. કેદીના મોત બાદ સીઆરપીસી કલમ ૧૭૬ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ૮ દિવસમાં તિહાડ જેલમાં આ પાંચમુ મોત છે. પોલીસ અનુસાર તમામ પાંચ કેદીઓના મોત કુદરતી મૃત્યુ છે.
દિલ્હી પોલીસ અનુસાર તિહાડ જેલ નંબર-૩માં શુક્રવારે એક કેદીના મોતનો કેસ સામે આવ્યો છે. તેઓ પોતાની સેલમાં બેહોશ જાેવા મળ્યા અને તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધા. કેસમાં મેજિસ્ટ્રિયલ તપાસ ચાલી રહી છે.
તિહાડ જેલમાં છેલ્લા ૮ દિવસમાં ૫ મોત થયા છે. તમામ ૫ મોત અલગ-અલગ જેલમાં થયા છે. કોઈ પણ કેદીના મોતનો સંબંધ હિંસા સાથે નથી. આ સૌના મોતનુ કારણ જૂની બીમારી અથવા અન્ય અજ્ઞાત કારણ તરફ ઈશારા કરે છે. નિયમાનુસાર પ્રત્યેક કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા પૂછપરછ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શુક્રવારે મૃત કેદીનુ નામ વિક્રમ ઉર્ફે વિક્કી જણાવવામાં આવી રહ્યુ છે, જે જેલ નંબર ત્રણમાં કેદ હતો. પોલીસ જણાવ્યા અનુસાર મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારના ઈજાના નિશાન જાેવા મળ્યા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનુ કારણ સ્પષ્ટ ખબર પડી જશે.SSS