તીડના ત્રાસને ડામવા 11 ગાડીઓ અને 25 ટ્રેક્ટર સાથે તંત્ર દવાનો છંટકાવ કરશે
રાજકોટ, બનાસકાંઠામાં તીડને નાથવા તંત્રએ કવાયત હાથ ધરી છે. આવતીકાલ સવારે 11 ગાડીઓ અને 25 ટ્રેક્ટર તીડગ્રસ્ત વિસ્તારમાં દવાનો છંટકાવ કરશે. જ્યાં તીડનો જથ્થો વધુ હશે ત્યાં એક સાથે દવાનો છંટકાવ કરાશે. તીડના આતંક વચ્ચે જિલ્લા કલેક્ટરે મહત્વની બેઠક યોજી હતી.. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તીડના નિયંત્રણ માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.