તીન તલાક કાનુનના આરોપીની અગ્રિમ જામીન પર કોઇ રોક નહીં: સુપ્રીમ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) કાનુન ૨૦૧૯ હેઠળ અપરાધના આરોપીને અગ્રિમ જામીન આપવા પર કોઇ રોક નથી આ સાથે અદાલતે એ પણ કહ્યું કે અદાલતને અગ્રિમ જામીન અરજી સ્વીકાર કરતા પહેલા ફરિયાદકર્તા મહિલાનો પક્ષ પણ સાંભળવો પડશે.
એ યાદ રહે કે આ કાનુન હેઠળ મુસ્લિમોમાં એક જ વારમાં તીન તલાક કહી લગ્ન તોડી નાખવાની પ્રથા દંડનીય અપરાધના દાયરામાં આવી ગઇ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાનુનની જાેગવાઇ હેઠળ પત્નીને તીન તલાક કહી સંબંધ તોડનારા મુસ્લિમ પતિને ત્રણ વર્ષ સુધી જેલની સજા થઇ શકે છે.
ન્યાયમૂર્તિ ડી વાઇ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કાનુનની સંબંધિત ધારાઓ અને દંડ પ્રક્રિયા સંહિતાની જાેગવાઇનો ઉલ્લેખ કર્યો જે વ્યક્તિની ધરપકડની આશંકા થવા પર તેને જામીન આપવાથી જાેડાયેલ નિર્દેશોથી સંબંધિ છે. ન્યાયમૂર્તિ ઇદુ મલ્હોત્રા અને ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જી પણ બેચના હિસ્સો હતા.
બેંચે કહ્યું કે ઉપરોકત કારણોથી અમે આ પરિણામ પર પહોંચ્યા છીએ કે કાનુનની ધારા તથા સીઆરપીસીની કલમોને કાયમ રાખવા આ કાનુન હેઠળ અપરાધ માટે આરોપીને અગ્રિમ જામીન અરજી આપવા પર કોઇ રોક નથી જાે કે અદાલતે અગ્રીમ જામીન આપતા પહેલા ફરિયાદકર્તા વિવાહિત મુસ્લિમ મહિલાની વાત પણ સાંભળવી પડશે.
સુપ્રીમ કોર્ટ એક મહિલાના ઉત્પીડનના મામલામાં આરોપી સાસુને અગ્મ જમીન આપતા કહ્યું કે મહિલાએ ગત વર્ષ ઓગષ્ટમાં પ્રાથમિકી નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ તેના ઘરમાં તેને તીન વાર તલાક બોલાવ્યું હતું.
બેંચે કેરલ હાઇકોર્ટના તે આદેશની વિરૂદ્ધ અરજી દાખલ અપીલ પર સુનાવણી કરી રહી હતી જેમાં અદાલતે મહિલાને અગ્રિમ જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.HS