તીવ્ર ગરમી વચ્ચે સ્લીપર કોચમાં મુસાફરી કરતા ૪ પ્રવાસીના મોત
નવી દિલ્હી, દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં ભીષણ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ગરમીના કારણે જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના કેટલાક ભાગોમાં તો પારો ૫૦ ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે. ગરમીના કારણે લોકો બેહાલ થયેલા છે. હવે ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોની હાલત પણ કફોડી બની ગઇ છે. ટ્રેનના સ્લીપર કોચમાં મુસાફરી કરી રહેલા લોકો ભારે પરેશાન દેખાઇ રહ્યા છે.
ગરમીના કારણે આગરા અને ઝાંસી વચ્ચે દોડતી કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા ચાર યાત્રીઓના મોત થયા છે. ટ્રેનમાં યાત્રીઓના મોત મામલે રેલવે વહીવટીતંત્ર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ ઉત્તર-મધ્ય રેલવેના પીઆરઓ મનોજ કુમાર સિંહાએ કહ્યુ છે કે ટ્રેનો કેટલાક કારણોસર લેટ થઇ જાય છે. જા કે આ યાત્રીઓની હાલત પહેલાથી જ ખરાબ હતી.