તું મરી જા કહીને માતા સગીર પુત્રી પર ચપ્પુ લઈને તૂટી પડી
વડોદરા, ગત અઠવાડિયે વડોદરામાં એક ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં એક માતાએ તેની ૧૩ વર્ષની સગીર દીકરી પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. માતાએ એક પછી એક સગીરા પર ચપ્પુથી ૨૦ વાર કર્યાં હતા. હાલ સગીરાની સયાજી હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
સારવાર દરમિયાન સગીરાએ એવું જણાવ્યું છે કે તેની માતાએ ત્રણ દિવસ પહેલાથી જ હુમલાનું આયોજન કર્યું હતું. સગીરાએ તેની માસી સાથેની વાતચીત દરમિયાન આ હકીકત જણાવી છે.
એવી પણ માહિતી મળી છે કે મહિલાએ તેના પાડોશીઓને એવું પૂછ્યું હતું કે, ધારી લો કે મારા ઘરમાં બૂમાબૂમ થાય તો તમે બચાવવા માટે આવો કે નહીં? સગીરાના કહેવા પ્રમાણે માતાની આવી વાત બાદ પાડોશીઓે એવો જવાબ આપ્યો હતો કે તમે ઘરનો દરવાજાે બંધ રાખો તો અમને કેવી રીતે સંભળાય? આ કેસમાં હાલ પીડિત દીકરીની માતા જેલમાં છે.
ઈજાગ્રસ્ત દીકરી ઈચ્છી રહે છે કે માતા જેલમાં જ રહે, તેણીને જામીન ન મળે. બીજી તરફ પીડિત સગીરાની માસીનું કહેવું છે કે, તેની બહેન (આરોપી) પાકિસ્તાનની કોઈ એપ સાથે જાેડાયેલી હતી અને ડાન્સ કરીને પૈસા રડતી હતી. તેણી હાલોલ ખાતે રહેતા કોઈ યુવાનને સંપર્કમાં હતી. આ કેસમાં હવે પોલીસ તરફથી ઈજાગ્રસ્ત સગીરાનું પોલીસ નિવેદન લેશે.
જાેકે, હાલ પીડિતાની હાલત સારી ન હોવાથી પોલીસ નિવેદન લઈ શકી નથી. બીજી તરફ કિશોરીને બેથી ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. સંસ્કાર નગરી વડોદરાના એક બનાવની હાલ ખૂબ ચર્ચા જગાવી હતી, જેમાં એક ૩૯ વર્ષીય માતાએ તેની દીકરીને ઉપરાછાપરી છરીના ૨૦ ઘા ઝીંકી દીધા હતા. મહિલાની સગીર દીકરી ધોરણ-૮માં અભ્યાસ કરે છે.
હુમલા પાછળનું કારણ મહિલાને તેનો પ્રેમ ગુમાવવાનો ડર હતો! મહિલાને આશંકા હતી કે તેના પ્રેમી જાેડે તેની દીકરીને પ્રેમ સંબંધ બંધાયો છે. આથી ગુસ્સામાં આવીને મહિલાએ તેની જ દીકરીને છરીના ૨૦ ઘા ઝીંકી દીધા હતા. મહિલાને જે યુવક સાથે પ્રેમ થયો છે તે હાલ દુબઈમાં હોવાની ચર્ચા છે.
આ ઉપરાંત તે તેનાથી ૧૦ વર્ષ નાનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી આ ઘટનામાં પુત્રી પર હુમલો કર્યા બાદ માતાએ જ પોલીસને ફોન કરીને પોતાની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન કર્યો હતો. આ ઉપરાંત દીકરીને સારવાર માટે ખસેડવા માટે પોતે જ ૧૦૮ને પણ ફોન કર્યો હતો. માતા જે યુવક સાથે પ્રેમ સંબંધમાં હતો તે યુવક તેની સગીર દીકરી નજીક આવી ગયાની માતાને શંકા હતી.
અહેવાલ પ્રમાણે વડોદરાના આજવા રોડ પર માતા-પુત્રી રહે છે. માતા પુત્રી કોઈ ઓનલાઇન બિઝનેસ થકી આવક રળીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. મહિલાએ ૨૦૧૩ના વર્ષમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. સમય જતાં મહિલા એક યુવકના પરિચયમાં આવી ગઈ હતી. જે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતો.SS1MS