તું શાંતિથી બેસ તો ખરી ?
સંબંધના આટાપાટા (૬૩)- વસંત મહેતા |
બગીચાના એક માળીએ સરસ મજાની વાત કરી, સાહેબ, સંબંધોને સિંચવા માટે ક્યારેક એને ખાતર અને પાણી જાઈએ. આગળ તેણે એમ પણ કહ્યું કે, સંબંધો સુકાયને ત્યારે મને પાનખર જેવુ લાગે છે. પાનખરમાં બધાં પાંદડા ખરી જાય છે, ઝાડ તો એના એ જ અને એટલાં જ રહે છે, બસ લીલોતરી હોતી નથી. સાચો છાંયડો તો પાંદડાથી જ સર્જાતો હોય છે અને આ લીલા પાનવાળુ ઝાડ બળબળતા તાપ છાંયડો આપે છે તો વળી વરસાદની સિઝનમાં પણ ભીંજાવાથી બચી શકાય છે. પાંદડા વિનાની ડાળીઓથી છાંયડો ન મળે પણ એ સૂકાયેલી ડાળીઓથી ઘરનો ચૂલો સળગશે અને પરિવારના લોકો રોટલા ભેગા થશે અને આ સૂકાયેલી ડાળીઓ શિયાળાની કડકડતી ઠંડીમાં તાપણું કરીશુ તો ઠંડીમાં ગરમીની હૂંફ મળશે.
આપણને ખબર છે હવામાં ડાળીઓ હલતી નથી પણ પાંદડા લહેરાય છે. આમ માનવીની આખી જિંદગીમાં સંબંધો પાંદડા જેવા છે જે હવામાં ફરકતા, લહેરાતા રહે છે જેનાથી આપણને શીતળતાનો અનુભવ થાય છે. સંબંધમાં સાર્થકતા રહે તે માટે સંવાદને સજીવન રાખો. કંઈ ગમ્યુ નથી તો ઝઘડી લો.
સંવાદ અટકાવો નહી જે હોય તે રૂબરૂ મો પર કહી દેવુ એટલે વાત ત્યાં પૂરી થઈ જાય. સંબંધમાં શું હોય છે એમ એક યુવાને ફિલોસોફરને પ્રશ્ન કર્યો એટલે આ ફિલોસોફરે યુવાનને જવાબ આપ્યો સંબંધમાં એક ‘હું’ હોય છે અને એક ‘તું’ હોય છે સંબંધો સારા હોય તો આપણા ‘હું’ માં એ ‘તુ’ ઓગળેલા છે ત્યારે ‘તું’ કેન્દ્ર સ્થાને હોય છે તું મારા માટે સર્વસ્વ, તું મારી જિંદગીનો અપવાદ, તારાથી કંઈ છૂપુ નથી, તારા માટે કંઈપણ ‘તું’ બધાંમાંથી ઉપર તારા માટે કોઈ વાદ નહીં કોઈ વિવાદ નહીં !
ક્યારેક આપણને ‘તું’ માં પણ ‘હું’ જાઈતો હોય છે. એ સમયે આપણો ‘હું’ મોટો થઈ જાય છે મને કંઈ નહીં ? મારી કેર નહીં કરવાની ? મારે જ બધુ કરવાનું ?
બે સહેલીઓમાં ગાઢ મિત્રતા હતી બંનેને એકબીજા વિના ચાલે જ નહીં એક દિવસ કોઈ નાની અમથી વાતમાં ઝઘડો થયો અને કેટલાંય દિવસો સુધી બેમાંથી કોઈએ વાત જ કરી નહી. આવુ ઘણાં દિવસો સુધી ચાલ્યુ. એક સહેલીએ એના પતિને પૂછયુ : એને કંઈ થતુ નહી હોય ? સવા આવુ ? એને કોઈ વાત યાદ આવતી જ નહીં હોય ? પતિએ કહ્યુ : એને પણ આવા સવાલો થતા હશે ? આપણે સવાલો કરતાં હોઈએ છીએ, જવાબ મેળવતા નથી. તું ફોન ઉપાડ અને એને ફોન કરીને પૂછી જા જે સવાલ તને થાય છે તે એને થાય છે !
આપણે ઘણી વખત જેની પાસેથી જવાબ મેળવવાના હોય છે એને જ સવાલ પૂછતા નથી અને બીજા પાસે જવાબ માંગતા હોઈએ છીએ. સમયની સાથે કેટલાંક સવાલો વિકરાળ થતા જાય છે. સવાલો ભારે થતા જાય છે. ક્યારેક એવુ લાગે કે આ વિકરાળતા એટલી મોટી થઈ ગઈ હોય છે કે એમ લાગે કે કયારે ખતમ થશે જ નહી. આ માટે બેમાંથી એકે તો જરાક જતુ કરી દેવાનુ હોય છે. જરાક હાથ લંબાવો જે વિકરાળતા લાગતી હશે એ ક્ષણમાં જ ઓગળી જશે. એવુ થશે કે આ તો માત્ર મોટો ફુગ્ગો હતો માત્ર ટાંકણી અડે એટલી જ વાર હતી.
દરેક વખતે જે મસમોટુ દેખાતુ હોય છે એ એટલુ ભયાનક હોતુ નથી જેટલુ આપણે માની લેતા હોઈએ છીએ. સંબંધો સુકાય ત્યારે દરિયાની નહીં એકાદ ટીપાંની જ જરૂર હોય છે જે ઘડીના છઠ્ઠાભાગમાં બધુ હતુ એવુ જ તરબતર થઈ જાય છે. લગ્ન જીવનમાં ઘણીવખત પતિ-પત્ની વચ્ચે આવુ બહુ થતુ હોય છે. દરેક વ્યÂક્તએ સમજવાની જરૂર હોય છે કે કામ મહત્વનું છે પણ એનાથી વિશેષ હૂંફ સ્નેહ અને સંવાદ પણ જરૂરી હોય છે. ઘણીવાર પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય એટલે સ્વભાવિક છે કે સમય મળતો નથી ત્યારે એકવાર પતિએ પત્નીને કહ્યુ ઃ ‘તને ખબરછે સમય કેવો સરકતો જાય છે. તું શાંતિથી બેસ તો ખરી ! ’ થોડીક મજાક કર તને ગમતું હોય એ કર. ઘરનું કામ એ જિંદગી નથી. પત્નીમાં કામ ચલાઉ થોડોક ફેર પડે છે. થોડાક દિવસો બાદ ફરી પાછુ એનુ એજ. આમ સમયાંતરે પત્નીને પતિ આવુ કંઈક કહે તો એમ કરતાં કરતાં પત્નીમાં સુધારો આવ્યો. આમ પત્નીને હૂંફ- પ્રેમની ખૂબ જ જરૂર હોય જે તમારો સંબંધ ટકાવી રાખે છે.