Western Times News

Gujarati News

તુર્કીએ ૫૧ પાકિસ્તાનીઓને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા

કાશ્મીર મુદ્દે પાક.ની તરફદારી કરી હતી-આ તમામ લોકો તુર્કીમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા
અંકારા, કાશ્મીર મુદ્દાને લઈને ભારત વિરુદ્ધ પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય તરફદારી કરનારા તુર્કીએ હવે પાકિસ્તાનના ૫૧ પાકિસ્તાની નાગરિકોને પોતાના દેશમાંથી કાઢ્યા છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે તુર્કીએ ગેરકાયદે રીતે રહેતા ૫૧ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દીધાં છે. આ તમામ લોકો ગેરકાયદે તુર્કીમાં રહેતા હતા.

મળતી વિગતો પ્રમાણે ગેરકાયદે રહેતા આ પાકિસ્તાનીઓને તુર્કીની ફ્લાઈટથી ઈસ્લામાબાદ પરત મોકલવામાં આવ્યા જે સંઘીય રાજધાનીમાં રહેતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે તુર્કીની સંઘીય તપાસ એજન્સી(એફઆઈએ)એ એન્ટિ હ્યૂમન ટ્રેફિકિંગ અને સ્મગલિંગ સેલ(એફઆઈએ)ને ૩૩ લોકોને સોંપ્યા છે જે પાકિસ્તાની છે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે તુર્કીએ પાકિસ્તાની નાગરિકોનો દેશ નિકાલ કર્યો હોય પરંતુ પહેલા પણ તે આવું કરી ચુક્યું છે.

તુર્કી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હંમેશા સાથ આપતું આવ્યું છે. થોડાં સમય પૂર્વે જ ખબર આવી હતી કે પાકિસ્તાન બાદ તુર્કી ભારત વિરોધી ગતિવિધિઓનું સૌથી મોટું બીજું કેન્દ્ર બનીને ઉભર્યું છે. કાશ્મીરના તમામ કટ્ટરવાદી સંગઠનોને તુર્કીમાંથી ફંડ મળી રહ્યું છે. તુર્કીએ પ્રયાસમાં જોડાયેલું છ કે ભારતના મુસ્લિમોને ભડકાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.