તુર્કી-સિરીયા વચ્ચે ૭૨ કલાકથી યુધ્ધ ચાલુ
મહાયુદ્ઘ વર્લ્ડ વોર ૩ના ભણકારા વાગવા લાગ્યા છે. કુર્દોના કબ્જામાં રહેલા સીરિયાના આ વિસ્તારમાં છેલ્લા ૭૨ કલાકથી મહાયુદ્ઘ થઇ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ચેતવણી છતા પણ તુર્કી સમર્થિત સીરિયન વિદ્રોહીઓએ કુર્દ નિયંત્રિત પૂર્વોત્ત્।ર સીરિયામાં સૈન્ય આક્રમણ કરી દીધું.
હવાઇ હુમલા અને ગોળીબારથી સીરિયાના સીમાવર્તી વિસ્તાર ધણધણી ઉઠ્યા. આ મહાયુદ્ઘે એક જ દિવસમાં ૬૦ હજાર કરતા પણ વધારે લોકોને બેદ્યર કરી દીધા. વિસ્થાપિતોમાંથી મોટા ભાગનાં લોકો પૂર્વી હસાકેહ શહેરની તરફ વધી રહ્યા છે.
તુર્કી અને સીરિયાની વચ્ચે યુદ્ઘનો સૌથી વધારે પ્રભાવ સીમાવર્તી રાસ અલ અયિન, તાલ અબ્યાદ અને દેરબશિયામાં થઇ છે.
સીરિયા- તુર્કી સીમાના પાચ કિલોમીટરનાં વર્તુલમાં આશરે ૪ લાખ ૫૦ હજાર લોકો રહે છે અને જો બંન્ને પક્ષોએ સંયમ નહી વર્તે અને નાગરિકોની સુરક્ષાને મહત્વ નહી આપે તો આ વિસ્તારમાં માત્ર કબ્રસ્તાન જ બચશે. અમેરિકાએ તુર્કીને પ્રતિબંધોનો ડર દેખાડ્યો. યુદ્ઘ રોકવાના પ્રયાસો કર્યા પરંતુ એવું થઇ શકયું નહોતું.
ગત્ત્ રવિવારે અમેરિકાએ સીરિયા સાથે પોતાના સૈનિકોને પરત બોલાવવાની જાહેરાત કરી અને તે જ જાહેરાત બાદ તુર્કીએ સીરિયા પર આક્રમણ કરી દીધું. સ્થિતી વર્લ્ડ વોર જેવી સર્જાઇ રહી છે.
ટ્રમ્પનું કહેવું છે કે તુર્કી અને કુર્દની લડાઇ સદીઓ જુની છે, અમે તેમાંથી બહાર આવી ચુકીયા છીએ, અમે તેમના પર એવા પ્રતિબંધો લગાવીશું કે એવા પ્રતિબંધો કોઇ દેશોએ નહી જોયા હોય. બીજી તરફ સમગ્ર વિશ્વ મહાયુદ્ઘ અંગે રિએકશન પર આવી રહ્યા છે. ભારતે તુર્કી સાથે સીરિયાની સંપ્રભુતાના સન્માનની અપીલ કરી.