Western Times News

Gujarati News

તુષ્ટિકરણના રાજકારણએ બંગાળને બરબાદ કરી દીધું છે : વડાપ્રધાન મોદી

સિલીગુડી: પશ્વિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે ૫મા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સિલીગુડીમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી પીએમએ પોતાની જનસભામાં મમતા બેનર્જી અને સત્તારૂઢ ટીએમસી પર હુમલો કરતાં કહ્યું કે બંગાળમાં ‘દીદી’ અને ટીએમસીની મનમાની ચાલવા દઇશું નહી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ૨ મેના રોજ બંગાળમાં ભાજપની સરકાર આવી રહી છે ત્યારબાદ પ્રદેશને કટમની સાથે મુક્ત કરાવવામાં આવશે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- ‘તુષ્ટિકરણના રાજકારણએ બંગાળને બરબાદ કરી દીધું છે. દીદીના લોકો અને ટીએમસીના ગુંડા જનતાને ધમકાવી રહ્યા છે. એટલા માટે તેમને સમજાવવા જાેઇએ કે દીદી બંગાળની ભાગ્યવિધાતા નથી. હારના કારણે દીદીના ગુંડા ગભરાઇ ગયા છે. દીદીના ૧૦ વર્ષના રાજની આ જ સચ્ચાઇ છે. એટલા માટે અમે વાયદો કરીએ છીએ કે તોલાબાજ અને કટમની મુક્ત સરકાર આપીશું.

પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત પોતાને ચાવાળા ગણાવતાં કરી હતી. જનસભામાં પીએમ મોદીએ એ પણ કહ્યું કે ‘દીદીને મારા પર ગુસ્સો આવી રહ્યો છે. દીદીએ ગરીબો, દલિતોની સાથે અન્યાય કર્યો છે. દીદીને પોતાના કામનો હિસાબ આપવો જાેઇએ. એટલે હવે બંગાળને બદલવાનો સમય આવી ગયો છે.આ અગાઉ બગડોબ્રા એરપોર્ટ પર વડા પ્રધાન પદ્મ એવોર્ડ વિજેતા કરીમુલ હકને મળ્યા હતા. કરીમુલને ‘બાઇક એમ્બ્યુલન્સ દાદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર્દીઓને તેમની વિશેષ મોટરસાયકલથી હોસ્પિટલમાં લઈ જાય છે. વડા પ્રધાને શનિવારે કૂચ બિહારમાં થયેલી હિંસા અંગે દુઃ ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુ ખદ ઘટના છે.

મારી સહાનુભૂતિ મૃત્યુ પામનારા લોકોના પરિવાર સાથે છે, હું તેમના નિધન પર શોક વ્યક્ત કરું છું. દીદી અને તેના ગુંડાઓ ભાજપ તરફ લોકોનો ટેકો જાેઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. શિલ્લીગુરીમાં પણ તે પોતાની ખુરશી લપસતા જાેઈ શકે છે. હું દીદી, ટીએમસી અને તેમના ગુંડાઓને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તેમની પદ્ધતિઓને બંગાળમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હું ચૂંટણી પંચને વિનંતી કરું છું કે કૂચબહારમાં બનેલી ઘટનાના આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

પીએમએ વધુમાં કહ્યું કે, દીદી, આ હિંસા, લોકોને સુરક્ષા દળો પર હુમલો કરવા માટે ઉશ્કેરવાની રણનીતિ, મતદાન પ્રક્રિયાને વિક્ષેપિત કરવાની વ્યૂહરચના, તમારું રક્ષણ કરશે નહીં. આ હિંસા તમને તમારા ૧૦ વર્ષના નબળા શાસનથી બચાવી શકશે નહીં. સુરક્ષા દળોને કેવી રીતે ઘેરી શકાય, તેમને કેવી રીતે હરાવી શકાય અને બૂથ પર કેવી રીતે હુમલો કરવામાં આવે છે તેની દીદીએ પોતાની સભાઓમાં તેમની ગુપ્ત મત ગેંગને તાલીમ આપવાનું શરૂ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.