તૂફાન ફિલ્મમાં ફરહાન અને મૃણાલની જબરદસ્ત કેમેસ્ટ્રી
મુંબઇ: ફરહાન અખ્તરની આગામી ફિલ્મ તુફાનનું નવું ગીત જાે તુમ આ ગયે હો ગુરુવારે રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુરની રોમેન્ટિક શૈલીને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફરહાન અને મૃણાલના રોમાન્સની ઝલક અને તેમની આકર્ષક ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી દિલને સ્પર્શી જાય તેવી છે.
જાે તુમ આ ગયે હો ગીત કિંગ ઓફ રોમેન્ટિક પ્લેબેક સિંગર અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવ્યું છે અને એવોર્ડ વિજેતા ગીતકાર જાવેદ અખ્તર દ્વારા લખાયેલું છે. આ ગીત સેમ્યુઅલ અને આકાંક્ષા દ્વારા કંપોઝ અને નિર્માણ કરવામાં આવ્યું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને આરઓએમપી પિક્ચર્સના સહયોગથી એમેઝોન પ્રાઈમ વીડિયો દ્વારા પ્રસ્તુત તુફાન એક પ્રેરણાદાયી સ્પોટર્સ ડ્રામા ફિલ્મ છે, જે રિતેશ સિધવાણી, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત છે.
મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક કપૂર, હુસેન દલાલ, ડો.મોહન અગાશે, દર્શન કુમાર અને વિજય રાજ ફરહાન અખ્તરની મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા દિગ્દર્શિત, ફિલ્મનું હાઈ ઓક્ટેન ટ્રેલરમાં જાેઈ શકાય છે કે સ્થાનિક ગુંડાની સફરથી લઈ અજ્જુભાઇ એક વ્યાવસાયિક બોક્સરથી અઝીઝ અલી તરફ વળે છે. ચાલો તમને જણાવી દઈએ કે ફિલ્મ તુફાન ભારત અને ૨૪૦ દેશો અને પ્રદેશોમાં ૧૬ જુલાઈ ૨૦૨૧ થી એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે.