Western Times News

Gujarati News

તેજસ્વીએ મારું કરિયર ખરાબ કરી નાખ્યું: કરણ કુંદ્રા

મુંબઈ, બિગ બોસ ૧૫ના લવ-બર્ડ્‌સ તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા હાલ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલમાંથી એક છે. રિયાલિટી શો જીત્યા બાદ તેજસ્વી પ્રકાશ એકતા કપૂરની સીરિયલ નાગિન ૬માં જાેવા મળવાની છે. બિગ બોસ ૧૫ પૂરું થયા પછી તેજસ્વીએ આ શો માટે શૂટિંગ શરૂ કરી દીધું છે.

હેક્ટિક શિડ્યુલ હોવાને કારણે તેજસ્વી અને કરણ વધુ સમય સાથે વિતાવી નથી શકતાં પરંતુ રોજેરોજ એકબીજાને થોડીવાર માટે પણ મળી શકે તેવા પ્રયાસ અચૂક કરે છે.

કરણ તેજસ્વીનું ખૂબ ધ્યાન રાખે છે અને તેની કાળજી પણ લે છે. ત્યારે તેજસ્વીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં બોયફ્રેન્ડના ભરપેટ વખાણ કર્યા છે સાથે જ કરણ તેને કઈ ફરિયાદ કરે છે તે જણાવ્યું છે. તેજસ્વીના જીવનમાં આવ્યા પછી કરણ થોડો બદલાઈ ગયો છે.

આ વાત કરણે પોતે તેજસ્વીને કહી છે. તેજસ્વીએ બોયફ્રેન્ડમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતાં કહ્યું, કરણ ઘણીવાર મને કહે છે કે, તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે કોઈ રિલેશનશીપમાં તે ‘બેબી-બાબુ’ કહીને વાતો કરશે કે એવી હરકતો કરશે. તેનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહે છે કે- આવી બેબી ટૉક કોણ કરે? હું તો નહીં કરું. હવે આજની વાત કરીએ તો કરણ મને લડ્ડુ અને બેબી કહીને બોલાવે છે.

કરણમાં આવેલા આ પરિવર્તન તેને પોતાને પણ આશ્ચર્યમાં મૂકે છે. કરણ મને કહે છે કે તેની ઈમેજ ખરાબ થઈ ગઈ છે. તેની એંગ્રી યંગ મેનવાળી છબિ હતી અને મેં તેનું કરિયર ખરાબ કરી નાખ્યું.

હવે લોકો તેને સની કહીને બોલાવે છે તેમ કરણ મને કહે છે”, તેમ હસતાં હસતાં તેજસ્વીએ જણાવ્યું. હાલ તો કરણ અને તેજસ્વી પોતાના ખીલી રહેલા સંબંધને માણી રહ્યા છે. બિગ બોસ ૧૫ના ઘરમાંથી બહાર આવ્યા બાદ તેઓ એકબીજાને વધુ સારી રીતે જાણી રહ્યા છે. જણાવી દઈએ કે, તેજસ્વી ‘બિગ બોસ ૧૫’ની વિજેતા બની હતી.

જ્યારે કરણ સેકન્ડ રનર-અપ હતો. ‘બિગ બોસ ૧૫’ના ફિનાલે પહેલા જ તેજસ્વીએ ‘નાગિન ૬’ માટે પ્રોમો શૂટ કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં એકતા કપૂરે જણાવ્યું હતું કે, આ શો તેજસ્વીને જાેઈને તેણે નક્કી કરી લીધું હતું કે ‘નાગિન’ની છઠ્ઠી સીઝનમાં લીડ રોલ તેજસ્વી કરશે. આ શોમાં તેજસ્વી સાથે સિમ્બા નાગપાલ પણ લીડ રોલમાં દેખાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.