તેજસ્વી જ મારો વારસદાર હશેઃ લાલુ યાદવની જાહેરાત
પટના, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે ચાલી રહેલી સત્તાની સાઠમારી વચ્ચે લાલુ પ્રસાદ યાદવે જાહેર કર્યુ છે કે, તેજસ્વી યાદવ મારો વારસદાર હશે.
લાલુ પ્રસાદે કહ્યુ હતુ કે, લોકોએ તેમને સ્વીકાર્યા છે અને બંને ભાઈઓ વચ્ચે સારૂ બની રહ્યુ છે. બંને ભાઈઓ એક સાથે છે. આમ લાલુ પ્રસાદે પોતાના રાજકીય વારસદારનુ એલાન કરી દીધુ છે ત્યારે હવે તેજ પ્રતાપ યાદવ શું પ્રતિક્રિયા આપે છે તેના પર બધાની નજર રહેશે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં લાલુ પ્રસાદે ઉપરોક્ત જાહેરાત કરી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, મેં કોંગ્રેસના પ્રભારી ભક્તચરણ દાસ માટે અપશબ્દ નથી વાપર્યો. મેં જે શબ્દ વાપર્યો છે તેનો અર્થ ગાળ થતો નથી. તેનો અર્થ થાય છે બેવકૂફ.
કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે તેમણે કહ્યુ હતુ કે, લોકલ લેવલે અમે કોંગ્રેસ માટે જાે સીટ છોડી દેતા તો કોંગ્રેસ આ બેઠક પર જીતી શકે તેમ નહોતી. એટલે અમે અમારો ઉમેદવાર ઉતાર્યો છે.
લાલુ યાદવે કહ્યુ હતુ કે, અમે ૧૫ વર્ષ સુધી સ્થાયી સરકાર આપી હતી. ગરીબોને તેમનો હક આપ્યો હતો. તેજસ્વી યાદવ અંગે તેમણે કહ્યુ હતુ કે, તે જ મારા રાજકીય વારસદાર હશે. જે લોકો તેજસ્વી યાદવને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વાત ફેલાવી રહ્યા છે તેઓ પિતા અને પુત્ર વચ્ચે વિવાદ સર્જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બદમાશ લોકો છે. તેજસ્વી અને તેજ પ્રતાપ એક સાથે છે અને પરિવાર પણ એક જ છે.SSS