Western Times News

Gujarati News

તેજસ્વી યાદવના પોસ્ટલ બેલેટમાં છેંતરપીડીના દાવા ખોટા છે: ચુંટણી પંચ

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના પરિણામોમાં સૌથી વધુ જે બેઠકના પરિણામને લઇને ચર્ચા થઇ હતી તે હતી હિલસા બેઠક.આ બેઠક પર હાર જીતનું અંતર માત્ર ૧૨ મત હતું અને આ બેઠક જદયુના ઉમેદવારે જીતી હતી. ત્યારબાદ તેજસ્વી યાદવે સવાલ ઉઠાવ્યા હતાં અને હિલસા સહિત અનેક બેઠકો પર મત પત્રકોને રદ કરવાનો આરોપ લગાવતા ફરી મતદાનની માંગ કરી હતી જાે કે હવે બિહારના મુખ્ય ચુંટણી અધિકારી સીઇઓ એચ આર શ્રીનિવાસનનું નિવેદન આવ્યું છે અને તેમણે કહ્યું કે હિલસા વિધાનસભા ચુંટણી પરિણામ ચુંટણી પંચ દ્વારા ઉલ્લેખિત પ્રક્રિયા અનુસાર જાહેર કરવામાં આવ્યું છે હિલસા બેઠક પર હાર જીતનું અતર ફકત ૧૨ મત હતું.ચુંટણી પંચે તેજસ્વીની ધાંધલી વાળા નિવેદનને ફગાવી દીધી છે અને એક રીતે હિલસા બેઠક જદયુની જીતને કલીન ચીટ આપી દીધી છે.

શ્રીનિવાસને જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકોમાંથી ૧૧ વિધાનસભા વિસ્તાર એવા છે જયા ંજીતનું અંતર ૧ હજાર મતોથી ઓછું હતું. તેમણે કહ્યું કે ૧૧ વિધાનસભા ક્ષેત્રમાંથી જદયુને ૪,રાજદને ૩ ભાજપ લોજપા ભાકપા અને અપક્ષને એક એક બેઠક જીતી છે.સીઇઓએ કહ્યું કે આ ૧૧ વિધાનસભા બેઠકોમાંથી ઉમેદવારો કે ચુંટણી એજન્ટોએ છ નિર્વાચન ક્ષેત્રોમાં મતોની ફરીથી ગણતરી કરાવવાની માંગ કરી હતી.

તેમણે કહ્યું કે રિટર્નિગ અધિકારીઓએ તર્કપૂર્ણ આદેશ પસાર કર્યો છે પાંચ બેઠકો પર જીત માટે પુનરીક્ષણ અરજીને રદ કરી દીધી છે. નાલંદા જીલ્લાની હિલસા બેઠકનું અંતર (૧૨ મત) અસ્વીકૃત ડાક મતપત્રો (૧૨૮)ની સરખામણીમાં ઓછા હોવાને કારણે ફરીથી ગણતરીની અરજી સ્વીકાર કરી લેવામાં આવી હતી. જયારે પાંચ બેઠકો રામગઢ મટિહાની,ભોરે ડેહરી અને પરબતામાં જીતનું અંતર અસ્વીકૃત પોસ્ટલ મતપત્રથી વધુ હતું.

શ્રીનિવાસે કહ્યું કે ૧૮ મે ૨૦૧૯ના રોજ ઇસીઆઇ દ્વારા જારી કરવામાં આવેલ નવીનતમ નિર્દેશો અનુસાર હિલસાના મામલામાં એવું કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે અધિકારીએ હિલસામાં સમગ્ર ડાક મતપત્રોની ફરીથી ગણતરી કરી અને આ સંબંદમાં એક તર્કપૂર્ણ આદેશ પસાર કર્યો એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેમના કાર્યાલય સંબંધિત દસ્તાવેજ અને વીડિયોગ્રાફીની કોપી સંબંધિત પાર્ટી પાર્ટીઓને ઉપલબ્ધ કરાવાશે.

હકીકતમાં તેજસ્વીએ ભારે સંખ્યામાં ડાક મતપત્રોને રદ કરવાના આરોપ લગાવી પુર્નમતદાનની માંગ કરી હતી.રાજદ નેતાએ એ પણ કહ્યું હતું કે કેટલીક બેઠકો પર ડાક મતપત્રોની ગણતરી બાદમાં કરવામાં આવી હતી જયારે તેની ગણતરી સૌથી પહેલા કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.