તેજસ્વી યાદવે રાજદનું ધોષણાપત્ર જારી કર્યુંઃ ૧૦ લાખ નોકરી,૧૫૦૦ બેરોજગારી ભથ્થા સહિતના અનેક વચનો
પટણા, બિહાર વિધાનસભા ચુંટણી માટે રાષ્ટ્રીય જનતા દળ રાજદે પોતાનું ધોષણા પત્ર જારી કર્યું છે. મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવ, મનોજ ઝા સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ અહીં ઘોષણા પત્ર જારી કર્યું ૧૬ પાનાના આ ઘોષણા પત્રને અમારો પ્રણ સંકલ્પ પરિવર્તનનં નામ આપવામાં આવ્યં છે.
ઘોષણા પત્રમાં રાજદે બિહારની બેરોજગાર યુવાનોને ૧૦ લાખ નોકરી આપવાનો વચન દોહરાવવામાં આવ્યા છે આ ઉપરાંત બેરોજગાર યુવાનોને ૧૫૦૦ ર-પિયા બેરોજગારી ભથ્થુ આપવાનું વચન આપવામાં આવ્યું છે. સરકારી નોકરીઓના ફોર્મ ભરવા માટે બિહારના યુવાનોને અરજી શુક્લ આપવું પડસે નહીં. રાજદે જુની પેન્શન યોજનાને લાગુ કરવા ગામોને સ્માર્ટ બનાવવા સીસીટીવી કેમેરા લગાવવા પ્રદેશમાં નવા ઉદ્યોગ નીતિ લાવવા અને નવા ઉદ્યોગ સ્થાપિત કરવા માટે કેસ માફ કરવાનું પણ વચન આપ્યું છે.
આ સાથે જ સરકારી નોકરીમાં બિહારના યુવાનોને મહત્વ આપવા માટે રાજય સરકાર ડોમિસાઇલ પોલીસી લાવશે સરકારી નોકરીઓના ૮૫ ટકા પદ બિહારના યુવાનો માટે અનામત હશે આ ઉપરાંત કિસાનોના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
એ યાદ રહે કે આ પહેલા પણ મહાગઠબંધન તરફથી સંયુકત ઘોષણા પત્ર જારી કરવામાં આવ્યું હતું હવે રાજદે અલગથી પોતાનું ઘોષણા પત્ર જારી કર્યું છે તેમાં નવા સ્થાયી પદો ઉભા કરી ૧૦ લાખ નોકરીઓની પહેલી કેબિનેટ બેઠકમાં કરવાનું વચન આપવામાં આવ્યું છે. તેજસ્વી યાદવે રાજદના નેતાઓની હાજરીમાં તેને જારી કરતા તેજસ્વી યાદવે કહ્યું કે આ કોઇ ઘોષણા પત્ર નથી પરંતુ અમારૂ પ્રણ છે તેમાં બિહારને બદલવા માટે ૧૭ બિન્દુઓ પર કામ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યા છે આ બિન્દુઓમાં મુખ્યત્વે રોજગાર શિક્ષા કૃષિ ઉદ્યોગ સહિત અન્ય મુદ્દાને સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઘોષણા પત્રમાં રાજયનો જીડીપીનો ૨૨ ટકા હિસ્સો શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે. કિડની દર્દીઓ માટે મફત ડાયાલિસિસની વ્યવસ્થા થશે દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની રચના કરવામાં આવશે દરેક જીલ્લામાં રોજગાર કેન્દ્ર સ્થાપના હશે અધિકતમ ૨૦૦ દિવસોમાં કૌશલ યોગ્યતા અનુરૂપ ખાનગી અને સરકારી ઉપક્રમમાં રોજગાર આપવા અથવા રોજગારના વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી હશે.HS