તેજસ્વી યાદવ ભવિષ્યના સેનાપતિ છે :રાજદ નેતા જગદાનંદ સિંહ
પટણા: રાષ્ટ્રીય જનતા દળ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ તથા પ્રદેશ અધ્યક્ષ જદગાનંદ સિંહની વચ્ચે અદાવત જગ જાહેર છે. તેજ પ્રતાપ કડક નિવેદન આપ્યા બાદ માફી પણ માંગી લે છે તો જગદાનંદન સિંહ પણ તેને બાળક સમજી માફ કરી દે છે. આ મામલામાં જગદાનંદ સિંહે મોટું નિવેદન આપ્યું છે તેમણે તેજ પ્રતાપ યાદવનું બાળપણનું રાજ ખોલ્યું તેમણે લાલુ પ્રસાદની સાથે પોતાના સંબંધોને લઇને પણ મોટી વાત કહી તેમણે તેજસ્વી યાદવને ભવિષ્યના સેનાપતિ બતાવ્યા છે.
એ યાદ રહે કે જગદાનંદ સિંહે દિલ્હીમાં બીમાર લાલુ પ્રસાદની મુલાકાત લીધી હતી માનવામાં આવે છે કે આ મુલાકાતમાં બંન્ને વચ્ચે પાર્ટીના ભવિષ્યની સાથે તેજ પ્રતાપના વ્યવહારને લઇને પણ ચર્ચા થઇ લાલુ હવે સંરક્ષકની ભૂમિકામાં આવી નાના પુત્ર તેજસ્વી યાદવને પાર્ટીનું સુકાન સોંપવા ઇચ્છે છે. સુત્રોએ કહ્યું કે તેના પર નિર્ણય થઇ ચુકયો છે ફકત લાગુ કરવાનું બાકી છે. લાલ ઇચ્છે છે કે જગદાંદ સિંહ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. લાલુ અને જગદાનંદની વચ્ચે આ મુદ્દા પર વાત થઇ ત્યારબાદ તમામ કામ છોડી તેજસ્વી પણ દિલ્હી પહોંચ્યો છે. જયાં તેમની લાલુની સાથે જગદાનંદ સિંહની મુલાકાત થનાર છે
તેજસ્વીને પાર્ટીનું સુકાન આપવાની બાબતે પુછવા પર જગદાનંદ સિંહે કહ્યું કે પાર્ટીમાં તમામ કામ સમય પર થશે તેજસ્વી જ બિહારના ભવિષ્યના નાયક છે. તેજ પ્રતાપ યાદવથી નારાજગીનો ઇન્કાર કરતાં પોતાના રાજીનામાના પ્રકરણ પર સિંહે કહ્યું કે જયારે પરિવર્તનનો સમય આવશે ત્યારે પરિવર્તન થશે
તાજેતરમાં તેજ પ્રતાપ યાદવના નિવેદનથી નારાજ થઇ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની બાબતે જગદાનંદ સિંહે કહ્યું કે આવી કોઇ વાત નથી તેમણે તેજ પ્રતાપને અનુશાસિત યુવક બતાવ્યો અને કહ્યું કે તે કહે છે કે લાગે છે કે જગતા ચાચા નારાજ છે જયારે તેઓ ચાચા કહી નારાજગીની પરવાહ કરી રહ્યાં છે
ત્યારે કેવી નારાજગી જગદાનંદ સિંહે લાલુ પરિવાર અને તેજ પ્રતાપ યાદવના જન્મ અને લાલુ પરિવાર સાથે જુના સંબંધોથી જાેડાયેલ એક રાજને પણ ખોલ્યું હતું લાલુ પરિવાર સો પોતાના ગાઢ સંબંધની માહિતી આપતાં તેમણે કહ્યું કે લાલુ પ્રસાગ યાદવના ઘરે પહેલી વાર તે તેજ પ્રતાપના જન્મના સમયે જ ગયા હતાં આજે તે મોટો થઇ ગયો છે તો કેવી નારાજગી તે તો ખુદ પણ કહે છે કે કાલના મહાભારતના સેનાપિ તેજસ્વી હશે તો પછી કેવા મતભેગ અને કેવી નારાજગી