Western Times News

Gujarati News

તેજસ ટ્રેનમાં ખરાબ ભોજન બાદ ખોરાકી ઝેરથી ચકચાર

મુંબઈ, શતાબ્દી એક્સપ્રેસમાં ફુડ પોઇઝનિંગની ઘટના બન્યા બાદ હવે તેજસ એક્સપ્રેસમાં ખરાબ ભોજનના કારણે યાત્રીઓની તકલીફ વધી રહી છે. ફુડ પોઇઝનિંગથી ૨૫થી વધુ યાત્રીઓ બિમાર થઇ ગયા છે. કરમાલી (ગોવા)થી મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસના યાત્રીઓ દ્વારા ફુડ પોઇઝનિંગની ફરિયાદ કરવામાં આવી હતી. મામલો સપાટી ઉપર આવ્યા બાદ કેટરર ઉપર દંડ લાગૂ કરવામાં આવ્યો છે. એમ માનવામાં આવે છે કે, જો ૨૫થી વધુ યાત્રીઓને ભોજનમાં મિક્સ વેજિટેબલ આપવામાં આવ્યા બાદ કેટલાક યાત્રીઓને ઉલટીઓ શરૂ થઇ ગઈ હતી. યાત્રીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ જ્યારે ટ્રેનના કોન્ટ્રાક્ટરે યોગ્ય જવાબ ન આપ્યો ત્યારે વિડિયો મારફતે સોશિયલ મિડિયા ઉપર ફરિયાદ કરવામાં આવી હતી. આ વિડિયો જ્યારે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે રેલવે દ્વારા આની ગંભીર નોંધ લેવામાં આવી હતી. ઘટનામાં સામેલ રહેલા કેટરર્સ પર એક લાખ રૂપિયાનો દંડ લાગૂ કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, આ પહેલા ગયા સપ્તાહમાં અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રી કરી રહેલા લોકોને સવારે નાસ્તામાં એક્સપાયર થઇ ચુકેલા બ્રેડ અને બટર પિરસવામાં આવ્યા બાદ ફુડ પોઇઝનિંગની અસર થઇ હતી. અનેક યાત્રીઓની તબિયત બગડી હતી. ઘણા યાત્રીઓને ઉલ્ટીઓ થઇ હતી. એક ટ્વિટર યુઝરે ફોટો શેયર કરીને બ્રેડમાં ગંદગીના ફોટાને વાયરલ કરતા હોબાળો થયો હતો. આ યાત્રી દ્વારા આક્ષેપ કરાયો છે કે, સ્ટાફે જાણી જાઇને આ લાપરવાહી કરી હતી અને એક્સપાયર થઇ ચુકેલા ભોજન આપવાની વ્યવસ્થા કરી હતી. શતાબ્દી અને તેજસ જેવી ટ્રેનોમાં એક્સપાયર ડેટવાળા ભોજન આપવામાં આવ્યા બાદ વિવાદ ગંભીર બની રહ્યો છે. યાત્રીઓને ભોજનની ગુણવત્તાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.