તેજ પ્રતાપ યાદવ પત્નીના ભયને કારણે હવે હસનપુરથી ચુંટણી લડી શકે છે

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીને લઇ મુખ્ય વિરોધ પક્ષ રાષ્ટ્રીય જનતા દળ રાજદથી જાેડાયેલ મોટા અહેવાલો મળી રહ્યાં છે કે પાર્ટીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પોતાનો મત વિસ્તાર બદલવાની જાહેરાત કરી દીધી છે હવે તે વિધાનસભા ચુંટણી હવે મહુઆના બદલે હસનપુરથી લડશે માનવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાય મહુઆથી તેમની વિરૂધ્ધ ચુંટણી મેદાનમાં કુદનાર હતી આથી લાલુના લાલે પોતાના માટે સુરક્ષિત સ્થળ શોધી લીધુ છે.
એ યાદ રહે કે તેજ પ્રતાપ યાદવના લગ્ન તે સમયના રાજદના ધારાસભ્ય અને હવે જદયુ નેતા ચંદ્રાકા રાયની પુત્રી ઐશ્વર્યા રાયની સાથે થયા છે જાે કે તેજ પ્રતાપે છ મહીનાની અંદર જ તલાકનો કેસ દાખલકરી બધાને ચોંકાવી દીધા હતાં ત્યારબાદ હવે બંન્ને પરિવારો વચ્ચે મતભેદ ઉભા થયા છે તલાકનો કેસ હાલ કોર્ટમાં લંબિત છે. માનવામાં આવી રહ્યું છે કે લાલુ પરિવારને પાઠ ભણાવવા માટે ઐશ્વર્યા રાય પણ ચુંટણી મેદાનમાં કુદશે.
તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે તેમનો ઝુકાવ હસનપુર તરફ છે. તેઓ મતદારો સાથે સંવાદ પણ કરશે તેને તેજ સંવાદ નામ આપવામાં આવ્યું છે તેજ પ્રતાપના આ પગલાને તેમની હસનપુરથી ચુંટણી લડવાની તૈયારીના રૂપમાં જાેવામાં આવી રહી છે તેજ પ્રતાપને ડર છે કે પત્ની ઐશ્વર્યા રાય તેમની વિરૂધ્ધ મહુઆથી ચુંટણી લડી શકે છે આવી સ્થિતિમાં તે ખુબ દિવસોથી પોતાના માટે એક સુરક્ષિત ક્ષેત્રની શોધમાં હતાં.
જાે કે ઐશ્વર્યા રાયે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે ચુંટણી લડશે કે નહીં અને જાે લડશે તો કયાંથી આમ પણ તેજ પ્રતાપ યાદવ તથા તેમના ભાઇ તેજસ્વી યાદવના ચુંટણી ક્ષેત્રો પર તેજ પ્રતાપના સસરાની નજર છે તાજેતરમાં મીડિયાના એક સવાલના જવાબમાં ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાયે કહ્યું હતું કે સાંભળ્યુ છે કે બંન્ને ભાઇ પોતાના માટે નવા ક્ષેત્રની શોધમાં છે મળા જાય તો અમને પણ બતાવે સંભવ છે કે તેજ પ્રતાપને હરાવવા માટે ઐશ્વર્યા હસનપુરથી પણ ચુંટણી લડે.HS