તેણે લગ્નમાં આપેલા બધા દાગીના નકલી હતા: રાખી સાવંત

મુંબઈ, ૧૧ જૂને રાત્રે રાખી સાવંત પોતાના પૂર્વ પતિ રિતેશ સામે ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. રાખીનો આરોપ હતો કે, રિતેશે તેના બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી લીધા છે. રાખીના આરોપો બાદ રિતેશે તેના પર પોતાને ત્રણ વર્ષ સુધી લૂંટ્યો હતો.
હવે રિતેશના આરોપો પર રાખીએ વળતો જવાબ આપ્યો છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથેની વાતચીતમાં રાખીએ રિતેશના આરોપો પ્રતિક્રિયા આપી છે. રાખીએ કહ્યું, હા એ સાચું છે. પરંતુ મેં તેને તેની કાર પાછી આપી દીધી છે. તેણે માગી હતી અને મેં આપી દીધી. મારે તેની બલેનો નથી જાેઈતી, આદિલે (રાખીનો હાલનો બોયફ્રેન્ડ) મને કાર ગિફ્ટ કરી છે. એ જૂઠ્ઠું બોલી રહ્યો છે.
તમને જણાવી દઉં કે એણે મને જે જ્વેલરી આપી હતી તે પણ નકલી હતી. મારી મમ્મીની હાલ સારવાર ચાલી રહી છે એટલે હું તે ઘરેણાં વેચવા માટે જ્વેલર પાસે ગઈ ત્યારે તેઓ મારી પર હસ્યા હતા. તેમણે મને કીધું કે આ ઘરેણાં સાચા સોનાના નથી. તેણે આપેલા દાગીના હજી પણ મારી પાસે છે.
ચાંદીના ઘરેણાં પર સોનાનું પાણી ચઢાવીને આપ્યું છે. મેં તેને નકલી જ્વેલરીની જાણ કરવા મેસેજ કર્યો હતો. મેં તેને કહ્યું કે, શરમ નથી આવતી?”, તેમ રાખીએ જણાવ્યું. રાખીએ આગળ કહ્યું, “હા, એણે જવાબ આપતાં કહ્યું કે, તું એને જ લાયક છે. તેણે મને ચારવાર રૂમમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી. તે મને અભણ કહેતો હતો.”
રાખીના કહેવા અનુસાર રિતેશે તેના હેક કરેલા સોશિયલ મીડિયા અકાઉન્ટ તેને પાછા સોંપી દીધા છે. “તેણે મને મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પાછા આપી દીધા છે. મેં આજે જ પાસવર્ડ બદલી નાખ્યા છે. શનિવારે મેં તેની સામે જે ફરિયાદ નોંધાવી હતી એ પણ હું પાછી લઈ લઈશ. જે સાચો પ્રેમ કરે છે એ ફરિયાદ નથી કરતું. રિતેશ માટેનો મારો પ્રેમ સાચો હતો. મારા તેની સાથેના લગ્ન પણ સાચા હતા.
તેણે જૂઠ્ઠું બોલીને મારી સાથે ખોટું કર્યું. તેણે પોતાના પહેલા લગ્ન વિશેની હકીકત મારાથી છુપાવી હતી અને પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વિના જ મારી સાથે પરણી ગયો હતો. રિતેશે જ મારી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી પરંતુ એ પછી તેણે કોઈ જ આર્થિક મદદ ના કરી. રિતેશ પાસે ઢગલો રૂપિયા છે પણ તેણે મદદ ના કરી, સલમાન ખાન અમારી વ્હારે આવ્યા હતા”, તેમ રાખીએ ઉમેર્યું.SS1MS