Western Times News

Gujarati News

‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હે’

કવિની કલ્પનાની દુનિયા આંખોથી શરૂ થાય છે ….અને આંખો પર ખતમ થાય છે …!!

એવું સુંદર વિશ્વ જાેવાનું સદભાગ્ય આંખ હોય તોજ સાંપડે ને ….!!! અનમોલ આંખની વાત જ નિરાળી છે .આપણે એવી આંખોની ખુબ જ કાળજી લેવી જાેઈએ .

માણસની આંખનો આકાર જન્મથી જેટલો હોય છે તેટલો જ જીવનપર્યંત રહે છે .આંખનો આકાર ૧ઇંચ હોય છે અને એનું વજન ૮ ગ્રામ હોય છે .મનુષ્યની આંખ ૫૭૬ મેગાપિક્સલ ની હોય છે તેને કોઈ એક જગ્યા એ સ્થિર કરવાં માટે માત્ર ૨મિલિસેકન્ડ નો સમય લાગે છે .આટલો સાફ કેમેરો બનાવવો વૈજ્ઞાનિકો માટે પણ અશક્ય છે .

આપણી આંખો આવાં અદભુત કેમેરાનું કામ કરે છે .આંખ એક કરોડ જેટલાં અલગ અલગ રંગોને જાેઈ અલગ તારવી શકે છે .આંખની માંશપેશીઓ શરીરના બીજા અવયવની માંશપેશી કરતાં અતિશય એક્ટિવ હોય છે .મનુષ્ય સરેરાશ એક દિવસમાં ૧૦હજાર વાર પલકો ખોલ-બંધ કરે છે .

આંખને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય …આયુર્વેદિક અને રોજિંદા જીવનમાં વપરાતી સામગ્રી દ્વારા આપણે આંખ ને મજબૂત અને હેલ્થી બનાવી શકીયે છીએ . મોબાઈલનો અને લેપટોપ નો અતિશય ઉપયોગ આંખને કમજાેર બનાવે છે .આજકાલ દરેક ક્ષેત્રમાં સ્ક્રીનનો ઉપયોગ વધુને વધુ થવાં લાગ્યો છે .

તેથી આંખ ઉપર વધુ બોજ આવે છે .વધુ પડતો આધુનિક ઉપકરણોનો ઉપયોગ આંખની ડ્રાયનેસ વધારે છે .સૂર્યપ્રકાશની માત્રા જાે ઓછી થાય તો આંખ કમજાેર થતી જાય છે .પાણીની માત્રા જાે શરીરમાં ઘટી જાય તો પણ જાેવાની શક્તિ ક્ષીણ થતી જાય છે .વધુ પડતી લાઈટ અને એકદમ ઓછી લાઈટ વાળા વાતાવરણ માં સતત કામ કરતાં રહેવાથી આંખમાં પ્રોબ્લેમ્સ શરૂ થઇ જાય છે .

આંખની કોર્નિયામાં રક્ત કોશિકાઓ નથી હોતી પણ એ હવાના ઓક્સિજન થીજ પોષણ મેળવે છે .તેથી શુદ્ધ હવા હેલ્થી આંખ માટે જરૂરી છે

વારંવાર આંખ મસળવાની ટેવ અને આંખની આસપાસ અને માથામાં સતત દુખાવો રહેવો એ આંખ કમજાેર થઇ રહી છે એ વાતનું લક્ષણ છે .વ્યક્તિને જયારે સામેનું દ્રશ્ય ધુંધળુ દેખાય અથવા તો અલગ અલગ એન્ગલથી વસ્તુઓ જાેવી પડે ત્યારે સમજવું કે આંખ પર વધારે દબાણ આવી રહ્યું છે .તેની યોગ્ય કાળજી લેવાનો સમય નજીક આવી ગયો છે .

દરરોજ ખુબ પાણી પીવાથી આઈસાઈટમાં ઈમ્પ્રુવમેન્ટ આવી શકે છે .વહેલી સવારે મોમાં પાણી ભરી આંખ ઉપર ઠંડા પાણીની છાલક મારવાથી આંખમાં ઠંડક પહોંચે છે .આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર દ્વારા આંખને પોષણ પૂરું પાડી શકીએ છીએ .એવા એક ચૂર્ણની જાણકારી આપીશ …

૧૦૦ગ્રામ બદામ , ૫૦ ગ્રામ વરિયાળી અને ૨૦ગ્રામ આખી સાકર લેવી . ત્રણે વસ્તુને ખાંડીને અથવા મિક્સરમાં ક્રશ કરીને એક એરટાઈટ ડબ્બામાં ભરી લેવી . સુતા પહેલાં આ ચૂર્ણમાંથી એક ચમચી ભરીને હુંફાળા દૂધ સાથે લેવાથી આંખની જ્યોતિ વધે છે .

આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી કેટલાંક લોકોના ચશ્માના નાૅંમ્બર ઓછા થયાના પણ ઉદાહરણ છે .બદામ આંખની માંશપેશીને બળ આપે છે અને વરિયાળી અને આખી સાકર શરીરમાં ઠંડક પ્રદાન કરે છે .આંખ માટે આ ચૂર્ણ ખુબ ગુણકારી છે .

આંખને હેલ્થી રાખવાં કેટલાક યોગ પણ સારું પરિણામ આપે છે .પ્રાણાયામ કરવાથી ખુબ ફાયદો થાય છે .વહેલી સવારે સૂર્યના કુમળા તડકાંમાં લીલા ઘાસ પર ચાલવાથી આંખના તમામ પ્રોબ્લેમ્સમાં અદભુત લાભ થાય છે .રાત્રે સૂતી વખતે પગના તળિયે શુદ્ધ ઘી ઘસવાથી આંખો ની નસો મજબૂત બને છે અને વિઝનની ક્લેરિટી વધે છે એમાં કોઈ બેમત નથી .

જયારે આપણે નજીકની વસ્તુ જાેઈએ ત્યારે આંખની કિકી સંકોચાય છે અને દૂર ની વસ્તુ જાેઈએ ત્યારે એ વિસ્તરે છે …જયારે આ પ્રક્રિયા ખુબ ઝડપથી આપણે કરીયે છીએ ત્યારે આંખ પર અદ્રશ્ય દબાણ આવે છે … તેથી તેની કાર્યક્ષમતામાં સમયાંતરે ધટાડો થતો જાેવા મળે છે .

આ ટાળવા માટે દિવસમાં થોડીકવાર આકાશ સામે કે દૂર સુધી જાેઈ રહેવાથી આંખ ની કિકી પૂર્ણ પણે વિસ્તરે છે અને આંખની માંશપેશીઓ અંદરથી રિલેક્સ થાય છે …જે આંખની જાેવાની શક્તિ વધારે છે .

લીલા પાન વાળી શાકભાજી આંખની ચમક વધારે છે ,તેથી રોજિંદા આહાર માં તેનું પ્રમાણ વધુ રાખવું જાેઈએ . લીલા નારિયેળનું પાણી આંખ માટે ફાયદાકારક સાબિત થયું છે .આમળાનું સરબત અને મુરબ્બો આંખની રોશની ઈમ્પ્રુવ કરે છે .

આમ આંખની કાળજી રાખવી જરૂરી છે ….કારણકે આંખ છે તો દુનિયા છે …!!ચક્ષુહીન માણસ ની દુનિયા કેટલી બેરંગ હોય છે ….!! એ દુઃખ તો એ જ કહી શકે .માટે આવી અનમોલ આંખની કાળજી લેવામાં જરાય ચૂકશો નહીં …!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.