તેલંગણા,આંધ્ર અને યુપી જેવા રાજયોમાં ૧૦ ટકા વેકસીન બરબાદ થઇ રહી છે : મોદી
નવીદિલ્હી: કોરોના વેકસીન અને સંક્રમણમાં વધારાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજયોમાં દવાની બરબાદીને લઇ રાજયોને સલાહ આપી છે. વડાપ્રધાને કહ્યું કે તેલંગણા,આંધ્રપ્રદેશ જેવા રાજયોમાં ૧૦ ટકાથી વધુ વેકસીન બરબાદ થઇ રહી છે આ ઉપરાંત યુપીની સ્થિતિ પણ આવી જ કંઇક છે. વડાપ્રધાને કહ્યું કે આ વાતની સમીક્ષા કરવી જાેઇએ કે આખરે દવાની બરબાદી કેમ થઇ રહી છે.
દરેક સાંજે દવાની મોનિટરિંગ થવું જાેઇએ અને પ્રો એકિટવ લોકોથી સંપર્ક કરવો જાેઇએ જેથી કોઇ બરબાદી ન થઇ શકે એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ ચિંતાની વાત છે કે આખરે કેટલાક વિસ્તારોમાં ટેસ્ટિંગ ઓછું કેમ થઇ રહ્યું છે કેટલાક વિસ્તારોમાં વેસીનેશન ઓછું કેમ થઇ ગયું છે મારા વિચારથી એ સમય ગુડ ગવર્નેસને પરખવાનો છે. આપણે આત્મવિશ્વાસ અતિઆત્મવિશ્વાસમાં પરિવર્તિત થવો જાેઇએ નહીં
દેશના તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પુરી દુનિયામાં એ વાતની ચર્ચા થઇ રહી છે કે કેવી રીતે ભારતે કોરોના સંકટનો સામનો કરવા માટે કામ કર્યું છે તેમણે કહ્યું કે ભારતમાં ૯૬ ટકા લોકો કોરોનાથી રિકવર થયા છે અનેક રાજયોમાં કોરોનાના કેસોમાં કમ આવી હતી અને હવે ફરી વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોનાના કેસોમાં તેજીથી વધારો થયો છે
દેશના ૭૦ જીલ્લામાં કોરોનાની સંખ્યામાં ૧૫૦ ટકાનો વધારો થયો છે જાે આપણે બીજી લહેરને તાકિદે રોકીશું નહીં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમણે કહ્યું કે એવા અનેક મામલા સામે આવ્યા છે કે સ્થાનિક પ્રશાસન માસ્કને લઇ કડકાઇ દાખવી રહ્યું નથી તેના પર ફકસ કરવો જાેઇએ તેમણે કહ્યું કે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે.