તેલંગણામાં મહિલાને ઓફિસમાં જ જીવતી સળગાવાઈ
હૈદરાબાદ, તેલંગણાના રંગા રેડ્ડી જિલ્લાનો એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે. એક મહિલા રેવેન્યુ અિધકારીને તેની જ ઓફિસમાં ઘૂસીને અરજદાર ખેડૂત યુવાને જીવતી સળગાવી દીધી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું શરીર પણ 60 ટકા બળી ગયુ હોવાનું પોલીસે કહ્યું હતું.
તેલંગણાના રંગા રેડ્ડી જિલ્લાના અબ્દુલાપુરમના એક ખેડૂત સુરેશ મુદીરાજે મહિલા રેવેન્યુ અિધકારીની ઓફિસમાં ઘૂસીને તેના ઉપર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. આરોપીનું શરીર પણ 60 ટકા દાઝી ગયું છે. તેને પોલીસે પકડી લીધો છે. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે મહિલા અિધકારી તેના રેકોર્ડમાં સુધારો કરતા ન હતા. અવારનવારની રજૂઆત પછી પણ સુધારા ન થયા હોવાથી તેણે આ પગલું ભર્યું હતું. મહિલા અિધકારી બપોરે લંચ લઈ રહ્યા હતા તે વખતે ઓફિસમાં પણ બ્રેક હતો. તેનો લાભ લઈને આરોપી પેટ્રોલની બોટલ સાથે અંદર આવી ચડયો હતો.
જીવતા સળગી રહેલા વિજયા રેડ્ડીએ મદદની બૂમ પાડી હતી અને આગ લાગેલી હાલતમા ચેમ્બરની બહાર આવ્યા હતા. સ્ટાફના બે લોકોએ કારપેટથી તેની આગ ઓલવવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડુ થયું હતું. આ મહિલા અિધકારીનું ઘટના સૃથળે જ મોત થયું હતું. આગ ઓલવવાના પ્રયાસમાં બે કર્મચારીઓને પણ ઈજા થઈ હતી, એમાંથી એકની હાલત ગંભીર છે. જે ખેડૂતે આગ લગાવી હતી એનું શરીર પણ 60 ટકા સુધી બળી ગયું હતું. તેને પકડી લેવામાં આવ્યો હતો.