તેલંગણામાં સરકારી કર્મીઓના વેતનમાં ૩૦ ટકા વધારો
હૈદરાબાદ: તેલંગણા સરકાર નવ લાખથી વધુ કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકા વધારો કરવા જઇ રહી છે આ વધારો ૧ એપ્રિલથી લાગુ પડશે એટલું જ નહીં તેલંગણા સરકારે કર્મચારીઓની નિવૃતિ વય મર્યાદા પણ વધારી ૫૬તી ૬૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ચંદ્રશેખરે આજે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી.
આ નિર્ણય મે ૨૦૧૮માં નિવૃત આઇએએસ અધિકારી સી આર બિસ્વાલની અધ્યક્ષતામાં બનેલ પંચના સુચનના આધાર પર લેવામાં આવ્યો છે.આ પહેલા તેલંગણામાં સરકારી કર્મચારીઓના વેતન વધારો ૨૦૧૪માં થયો હતો જયારે તે નવું રાજય બન્યું હતું તે સમયે સરકારે કર્મચારીઓ માટે ૪૩ ટકા વેતન વધારો કર્યો હતો.
મુખ્યમંત્રી કેસીઆરએ માન્યુ છે કે કોરોના મહામારીના કારણે રાજયની અર્થવ્યવસ્થા નબળી પડી છે અને વેતન વધારો કરવામાં વિલંબ થયો છે તેમણે કહ્યું કે આ વેતન વધારો તમામ સરકારી કર્મચારીઓ માટે લાગુ થશે પછી તે રોજદાર હોય કેમ ન હોય આ ઉપરાંત નિવૃતિવય પર મળનાર ગ્રેજયુટીની રકમને પણ વધારી ૧૬ લાખ કરવામાં આવી છે તેમણે કહ્યું કે ડિસેમ્બર ૨૦૧૮માં થયેલ ચુંટણી દરમિયાન તેમને વચન આપ્યું હતું તે અનુસાર હવે રાજયમાં નિવૃતિવય મર્યાદાને ૫૮થી વધારી ૬૧ ટકા કરવામાં આવી રહ્યું છે.
જાે કે વિરોધ પક્ષોએ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે અને જણાવ્યું છે કે ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીને સરકારી કર્મચારીઓ યાદ આવ્યા છે આટલો સમય થયો ત્યારે તેમ તેમા વધારો કરવામાં આવ્યો નહીં આ વધારો કર્મચારીઓના મત લેવા માટે કરવામાં આવ્યો છે.