તેલંગણા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ૭૭ લોકોના મોત
હૈદરાબાદ: તેલંગણા અને મહારાષ્ટ્રમાં ગત કેટલાક દિવસોથી થઇ રહેલ ભારે વરસાદ અને અચાનક આવેલ પુરથી ઓછામાં ઓછા ૭૭ લોકોના મોત થયાછે. રાજય સરકારે આ માહીતી આપી હતી. એક સત્તાવાર યાદી અનુસાર મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં થયેલ સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ કહ્યું કે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ક્ષેત્રમાં ૧૧ લોકોના મોત નિપજયા છે.
પ્રારંભિક અનુમાનોના આધાર પર રાવે કહ્યું કે બુધવારે થયેલ ભારે વરસાદના કારણે નિચલા વિસ્તારમાં અચાનક આવેલ પુરના કારણે રાજયમાં ૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે રાવે કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રાહત અને પુનર્વાસ કાર્યો માટે તાકિદે ૧,૩૫૦ કરોડ રૂપિયા જારી કરવાની વિનંતી કરી છે.
જયારે પશ્ચિમી મહારાષ્ટ્રના સોલાપુર સાંગલી અને પુણે જીલ્લામાં વર્ષાજન્ય ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૭ લોકોના મોત નિપજયા છે. અધિકારીએ કહ્યું કે ત્રણ જીલ્લાના ૨૦,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા છે પુરી રાત થયેલ વરસાદને કારણે પાટનગર મુંબઇમાં પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાઇ ગયા હતાં
સોલાપુર સાંગલી અને પુણેમાં અત્યાર સુધી કુલ ૨૭ લોકોના મોત નિપજયા છે. સોલાપુરમાં ૧૪ સાંગલીમાં નવ અને પુણેમાં ચાર લોકોના મોત નિપજયા છે.તેમણે કહ્યું કે સોલાપુર સાંગલી અને પુણેથી લગભગ ૨૦ હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે સોલાપુરના ઉપસંભાગીય અધિકારી સચિન ધોલેએ કહ્યું કે પંઢરપુરથી લગભગ ૧૬૫૦ લોકોને સુરક્ષિત હટાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે તાલુકામાં મદદ માટે એનડીઆરએફની વધારાની ટીમ બોલાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પુણે શહેરમાં ૯૬ મિલી વરસાદ થયો છે.કોલ્હાપુરમાં ૫૬ મીલી વરસાદ થયો છે. મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ રાજય પ્રશાસન અને સેના નૌસેના અને વાયુસેનાને હાઇએલર્ટ પર રહેવા માટે કહ્યું છે.