Western Times News

Gujarati News

તેલંગાણામાં ચાલતી સરકારી બસમાં જન્મી બે બાળકીઓ

તેલંગણા, દીકરીઓના જન્મ પર ઘણાં દેશોની સરકાર વાલીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ આપે છે. જાે ભારતની વાત કરીએ તો અહીં દીકરીઓ માટે ઘણી પહેલ કરવામાં આવી છે. છોકરીઓનું ભણતર હોય કે પછી તેમની કરિયરમાં મદદ, આ મામલે સરકાર પ્રયત્નશીલ છે.

તેનું કારણ પણ સ્પષ્ટ છે. એક સમયે ભારતમાં કન્યા ભ્રૂણ હત્યાના કેસ એટલા બધા વધી ગયા હતા કે સરકારની ચિંતા વધી ગઈ હતી. આ જ કારણે ભ્રૂણ લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હાલમાં પણ કેટલીક સંસ્થાઓ દીકરીઓને એક્સ્ટ્રા ફેસિલિટી આપે છે જેથી વાલીઓ તેમને બોજ ન સમજે. આ વચ્ચે તેલંગણામાં અનોખો કિસ્સો સામે આવ્યો છે.

તેલંગણા સરકારના તાજેતરના ર્નિણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે. અહીં બે દીકરીઓનો જન્મ ચાલતી સરકારી બસમાં થયો. ત્યારબાદ સરકારે જાહેરાત કરતા કહ્યું કે હવે આ બંને બાળકીઓ જીવનભર બસમાં ફ્રી ટ્રાવેલ કરશે, તેમની પાસેથી ટિકિટ ભાડું જિંદગીભર વસૂલવામાં નહીં આવે. આ અંગે TSRTCના વાઈસ ચેરમેન વીસી સજ્જનારે જાહેરાત કરી છે.

તેમણે જણાવ્યું કે બાળકીઓ આજીવન આંતરરાજ્યીય અને એરપોર્ટ સ્પેશ્યલ બસોમાં મફત સવારી કરી શકશે. જાણકારી મુજબ, આમાંથી એક બાળકીનો જન્મ ૩૦ નવેમ્બરે હબૂબનગર જિલ્લાના પેદ્દાકોથાપલ્લી ગામ પાસે ચાલતી બસમાં થયો હતો.

જ્યારે બીજી બાળકીનો જન્મ ૭ ડિસેમ્બરે સિદ્દીપેટ જિલ્લા પાસે થયો હતો. આ વાતની જાણકારી TSRTCવાઈસ ચેરમેન વીસી સજ્જનારે ટિ્‌વટર પર આપી છે. તેના ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે બસથી ટ્રાવેલ કરી રહેલી બે સગર્ભા મહિલાને અચાનક લેબર પેઈન શરુ થઈ ગયું. આ પછી બસના ક્રૂ અને અન્ય મુસાફરોએ મળીને તેમની ડિલિવરી કરાવી. બાળકીઓની ડિલિવરી બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં, સરકારે આ છોકરીઓને જીવનભર બસની ફ્રી રાઈડ ગિફ્ટમાં આપી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.