તેલંગાણામાં નરાધમોએ વાંદરાને ફાંસીએ લટકાવ્યો
ખેતરમાં પાક બગાડતાં અકળાયેલા ખેડૂતના કારસ્તાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઃ અહેવાલ
હૈદરાબાદ, કેરળમાં ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી નિર્મમ હત્યાના બનાવે સમગ્ર દેશમાં આક્રોશ પેદા કર્યો હતો. હવે આ વોજ એક બનાવ તેલંગણામાં વાંદરા સાથે બન્યો છે. તેલંગાણાના ખમ્મમ જીલ્લાનો એક ક્રૂર વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાક અસામાજીક તત્વોએ વાંદરાને ફાંસીએ લટકાવી દીધો હોવાનું દેખાય છે.
On cam: Monkey hanged to death in a Telangana village
In a brutal incident, a monkey was hanged to death when it came to a village in Telangana to quench its thirst. pic.twitter.com/e9IPLRw3tC
— Puspendra Kulshresth (@puspendraarmy) June 30, 2020
એટલું જ નહીં, નરાધમોએ તેમની આ ક્રૂરતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો. જેને કારણે સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસ કેસ નોંધીને આરોપીઓને શોધવા માટે તપાસ આદરી છે. પોલીસના જણાવ્યા મુજબ અમ્માપાલેમ ગામના એક ખેતરના ઉભા પાકને વાંદરા નુકસાન પહોંચાડી રહ્યા હતા. તે જે પછી ખેતર માલિકે વાંદરાઓને નિશાન બનાવીને પકડ્યા હતા અને લાકડીઓથી માર માર્યો હતો.
તે પછી વાંદરાના ટોળાને પાઠ ભણાવવા માટે વાંદરાને ફાંસીએ લટકાવી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ કોરોના મહામારીને લીધે તેમની ધરપકડ કરવામાં આવી નથી.