તેલંગાનાનાં મંદિરમાં ચોરીની આશંકામાં ભીડે યુવકને મારી નાખ્યો
હૈદરાબાદ, તેલંગાનાના નિજામાબાદ જિલ્લામાં માબ લિંચિંગનો મામલો સામે આવ્યો છે. અહીં ઉગ્ર ભીડે ગુરુવારે ૨૫ વર્ષીય ગંગાધરની મંદિરમાં ચોરી કરવાની આશંકામાં મારઝૂડ કરીને હત્યા કરી દીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, લોકોનો આરોપ છે કે નિજામાબાદના ધર્મારામ ગામમાં ગંગાધર નામનો યુવક એક ધાર્મિક સ્થળમાં ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે લોકોએ તેની સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ લોકોની વધુ ભીડ એકત્ર થઈ ગઈ અને બધા મારપીટ કરવા લાગ્યા.
ભીડે મારઝૂડ કરીને યુવકને અધમુઓ કરી દીધો. ત્યારબાદ કેટલાક લોકોએ તેને હાસ્પિટલમાં દાખલ કરાવ્યો. જ્યાં સારવાર દરમિયાન ડાક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. ત્યારબાદ મામલાની જાણકારી પોલીસને આપવામાં આવી. મૃતકની પત્નીએ જણાવ્યું કે, તે રાત્રે ફોન આવ્યો અને ફોન કરનારાઓએ કહ્યું કે તેના પતિએ મંદિરમાં ચોરી કરી છે, તો કેટલાક લોકો તેને માર્યો છે. તે હાસ્પિટલમાં દાખલ છે, જોવા માટે આવી જાઓ. તેથી મહિલાએ ફોન કરાનારાને કહ્યું કે, તે પોલીસને મામલાની જાણકારી આપી દે. મહિલા જ્યારે સોમવારે હાસ્પિટલ પહોંચી તો તેના પતિનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યુ કે, મહિલાની ફરિયાદ પર હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.