તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
કોરોનાના કહેરથી લોકો પરેશાન છે ત્યારે કોરોના કાળમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે
રાજકોટ: રાજ્યમાં કોરોનાના કહેરથી લોકો પરેશાન છે. ત્યારે કોરોના કાળમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભવામાં ૩૦ થી ૪૦ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. રાજ્યમાં કોરોના મહામારીથી લોકો એક તરફ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા એવામાં લોકોને હવે તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર વધુ એક બોજ જાેવા મળી રહ્યો છે.
છેલ્લા આઠ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ૩૦ થી ૪૦ રૂપિયાનો વધારો થયો છે. એક વર્ષમાં સિંગતેલનો ભાવ ૨૭૦૦ ને પાર પહોંચી ગયો છે. જ્યારે ગત વર્ષે સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૨૦૦ રૂપિયા હતો. તો બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા આઠ દિવસમાં ૫૦ રૂપિયાનો ધારો થયો છે. જેને કારણે કપાસિયા તેલનો ડબ્બો ૨૪૫૦ થી ૨૫૦૦ ની સપાટીએ પહોંચી ગયો છે.
ગત વર્ષે કપાસિયા તેલના ભવા ૧૩૭૦ થી ૧૪૦૦ રૂપિયાની આસપાસ હતો. આ ઉપરાંત પામોલિયન તેલના ભાવ ૨૧૦૦ રૂપિયા થઈ ગયો છે. ગત વર્ષે તેના ભાવ ૧૧૫૦ થી ૧૨૦૦ રૂપિયાની આસપાસ હતો. એક વર્ષમાં પામોલિયન તેલના ભવામાં પણ ૧૦૦૦ રૂપિયાનો વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે સનફલાવરના ભવા ૨૭૦૦ રૂપિયા ડબ્બાનો ભાવ હતો. ગત વર્ષે ૧૫૦૦ રૂપિયા ભાવ હતો. ત્યારે એક વર્ષમાં સનફલાવર તેલના ભાવમાં ૧૨૦૦ રૂપિયાનો વધારો થયો છે.