તેલને ગરમ કરીને વાળમાં લગાવો, પાર્લરમાં નહીં કરાવવા પડે સીધા
પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવાથી વાળને ઘણી હીટ પ્રોસેસમાંથી થઇને પસાર થવું પડે છે. જેનું ખરાબ પરિણામ લાંબા સમય બાદ વાળમાં જોવા મળે છે. પરંતુ જો તમારે આ સમસ્યાથી દૂર રહેવું હોય અને તમારા વાળ પણ સ્ટ્રેટ કરવા હોય તો અમે તમારા માટે ખાસ ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમારા વાળને કોઇપણ પ્રકારના નુકસાનથી દૂર રાખી શકશો અને બિલકુલ પાર્લરની જેમ વાળને સ્ટ્રેટ કરી શકશો.
– એલોવેરાના ઉપયોગથી પણ વાળને સ્ટ્રેટ કરી શકાય છે. તેની સાથે જ તે વાળને મોઇશ્ચરાઇજ કરવાનું પણ કામ કરે છે ખાસ કરીને પહેલાથી એલોવેરાને સુંદરતા માટે ખાસ માનવામાં આવે છે.
– જો તમારા વાળની ચમક ઓછી થઇ ગઇ છે તો તેના માટે ઇંડા ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેની સાથે તમે ઓલિવ ઓઇલ લગાવવાથી વાળને મોઇશ્ચર મળી જાય છે, આ બન્નેને એક સાથે મિક્સ કરીને લગાવવાથી વધારે પ્રમાણમાં ફાયદો મળે છે.
– એવું માનવામાં આવે છે કે કોકોનટ મિલ્કના ઉપયોગ કરવાથી વાળ સ્ટ્રેટ થાય છે. તે સિવાય તે વાળને કોમળ, સોફ્ટ અને શાઇની પણ બનાવે છે. જેથી એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને પોષક ગુણ વાળને પુરતુ પોષણ મળે છે.
– રોજ વાળમાં ગરમ તેલ લગાવવાથી વાળ ખૂબ જલદી સીધા થઇ જાય છે સાથે જ તેમા ભેજ પણ રહે ચે. ગરમ તેલ વાળની ગૂંચ અને વાંક઼ડિયા વાળને સીધા કરવાનું કામ કરે છે. જો તમારી પાસે કોકોનટ, ઓલિવ ઓઇલ કે બદામ તેલ છે તો તેનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
– મુલતાની માટીના ઉપયોગથી પણ વાળ કુદરતી રીતે સ્ટ્રેટ થઇ જાય છે તે સિવાય વાળની ડ્રાયનેસને પણ ઓછી કરવામાં મદદરૂપ થાય છે તે એક કુદરતી ક્લીજિંગ એજન્ટ છે.