તેલુગુ સ્ટાર વિજયાશાંતિ ભાજપમાં સામેલ થયા
નવીદિલ્હી, અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા વિજયાશાંતિએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભગવો ધારણ કર્યો છે વિજયાશાંતિએ અહીં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી હતી આ પહેલા તેમણે ભાજપનાનેતા જી કિશન રેડ્ડી અને તેલંગણા ભાજપના વડા બંડી સંજયકુમાર સાથે પણ મુલાકાત કરી હતી.વિજયાશાંતિ ૨૦૧૪માં કોંગ્રેસમાં સામેલ થયા હતાં પૂર્વ સાંસદ રહી ચુકેલા વિજયાશાંતિ પાર્ટી સંબંધિત ગતિવિધિઓમાં છેલ્લા કેટલાક મહીનાથી સક્રિય ન હતાં.
વિજયાશાંતિએ ભાજપ સાથે જાેડાઇને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ ટીઆરએસ જાેઇન કર્યું અને પછી ૨૦૧૪માં કોંગ્રેસમાં જાેડાયા હતાં હવે ફરી એકવાર તેની ઘરવાપસી થઇ છે. વિજયાશાંતિએ જયારે કોંગ્રેસ જોઇન કર્યું ત્યારે તેલંગણા અને આંધ્રપ્રદેશ અલગ થયા ન હતાં. એવું કહેવાય છે કે વિજયાશાંતિ ભાજપમાં જાેડાતા તેલંગણામાં ભાજપની સ્થિતિ વધુ સારી થશે હાલમાં જ ભાજપે જીએચએમસીની ચુંટણીમાં સારૂ પ્રદર્શન કર્યું છે ભાજપે આ ચુંટણીમાં ૪૮ બેઠકો જીતી છે જયારે ટીઆરએસને ૫૫ મળી છે આ ચુંટણીમાં ભાજપ બીજી મોટી પાર્ટી બનીને ઉભરી છે.HS