તેલ કંપનીઓએ ચીની જહાજો અને ટેન્કરો પર પ્રતિબંધ લગાવ્યો
નવીદિલ્હી, ભારત ચીન સીમા પર ચાલી રહેલ તનાવ અને ચીન સાથે બગડતા સંબંધ વચ્ચે ભારતની મોટી તેલ કંપનીઓએ પોતાના કાચા અને પેટ્રોલિયમ ઉત્પાદનોને લાવવા માટે અને લઇ જવા માટે ચીનના જહાજ અને ચીની ટેન્કરો પર પ્રતિબંધ લગાવી દીધો છે ભારતીય તેલ કંપનીઓનું કહેવુ છે કે તે ચીનની માલિકીની કોઇ પણ ઓઇલ ટેન્કરો કે શિપનો ઉપયોગ ભારતમાં કાચુ તેલ લાવવા માટે અથવા ડિઝલના નિકાસ માટે નહીં કરે પછી ભલે તેણે થર્ડ પાર્ટી સાથે રજિસ્ટ. જ કેમ ન કર્યું હોય આવું કરનારી થર્ડ પાર્ટી કંપનીઓને પણ બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે.
ભારતીય તેલ કંપનીઓએ નિર્ણય કર્યો છે કે દેશમાં તેલ આયાત અને નિકાસ કરવા માટે લગાવવામાં આવતી હરાજીમાંથી ચીની જહાજાેને બેન કરવામાં આવશે આ કંપનીઓએ ઓપેક દેશો સાથે દુનિયાભરના ઓઇલ ટ્રેડર્સને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે કોઇ પણ ચાઇનીઝ જહાજથી ભારતમાં તેલ મોકલવામાં ન આવે જાે કે તેલ કંપનીઓના આ પગલાથી તેલના વ્યાપાર પર કોઇ પણ પ્રકારનો નકારાત્મક પ્રભાવ નહીં પડે કેમ કે ઓઇલ ટેન્કના બિઝનેસમાં ચીની જહાજાેની ભાગીદારી ના બરાબર છે પરંતુ તેલ કંપનીઓના આ પગલાથી બંને દેશના વ્યાપારિક સંબંધોમાં વધારે ખટાશ આવશે.
આ મામલા સાથે જાેડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ભારત આવનારા મોટાભાગના વિદેશી ટેન્કર લાઇબેરિયા પનામા અને મોરિશસની કંપનીઓના છે આ બિઝનેસમાં ચીનની ભાગીદારી ના બરાબર છે જેથી ભારતીય તેલ વ્યાપાર અને તેલ કંપનીઓ પર કોઇ અસર નહીં પડે તેમણે કહ્યું કે ચીની જહાજાેનો ઉપયોગ સમિતિ છે અને તેનો ઉપયોગ મોટાભાગે લિકિવડ પેટ્રોલિયમ ગેસના ટ્રાસપોર્ટેશનમાં થાય છે જાે કે આ મુદ્દા પર હજુ સુધી ઇન્ડિયન ઓઇલ લિમિટેડ,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનું કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.HS