તેલ ભરેલું ટેન્કર પલટી મારતાં લોકોએ રીતસર લુંટ ચલાવી
વડોદરા, વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે પર કાચુ કપાસિયા તેલ ભરેલું ટેન્કર પલટી મારતા હાઈવે પર તેલ ની નદી વહેતી થઇ હતી. લોકોએ તકનો લાભ ઉઠાવી તેલની રીતસરની લૂંટ ચલાવી હતી. બનાવ અંગે વાત કરીએ તો ઓમ પ્રકાશ માલી અકોલા (મહારાષ્ટ્ર) ખાતેની ખાનગી કંપની માંથી ૩૨ ટન ઉપરાંત નું કાચુ કપાસિયા તેલ ટેન્કરમાં ભરી ગુજરાતના કળી ખાતે ડિલિવરી આપવા નીકળ્યા હતા.
તરસાલી હાઇવે ઉપર ક્રૂડ ઓઇલ નો ટેન્કર પલટી ખાઈ જવા થી હજારો લિટર તેલ વેડફાયું
લોકો એ તેલ ની ચલાવી લૂંટ
ટ્રક ડ્રાઇવર ને ઝોંકુ આવી જવાથી બની ઘટના.#vadodara pic.twitter.com/SoPT0qwq7M— Our Vadodara (@ourvadodara) May 23, 2021
દરમિયાન વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે પર ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને ઉજાગરો હોવાના કારણે ચાલુ ટેન્કરે જાેખું આવી જતા તેને સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો. ડ્રાઇવરે ટેન્કરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવેને અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી હતી.
જેના કારણે ૩૨ ટન ઉપરાંતના કાચા કપાસિયા તેલની નદી વહેતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. મહત્વનું છે કે હાલ બજાર માં તેલના ભાવ આસમાને છે સામાન્ય માણસ તેલનો વપરાશ કરતા વિચાર કરે છે. ત્યારે કપાસિયા તેલ ભરેલા ટેન્કરે પલટી મારતા લોકોએ એકલા પડેલા ડ્રાઇવરની મદદ કરવાને બદલે તકનો આભ ઉઠાવી રીતસરની તેલની લૂંટ ચલાવી હતી. ત્યાંથી પસાર થતા તેમજ નજીકમાં રહેતા લોકોએ કપાસિયા તેલની નદી વહેતી જાેઈ ડબલા ભરી ભરીને તેલ લઈને રવાના થઈ ગયા હતા.