તેલ-મસાલા મોંઘા થતાં ફરસાણના ભાવમાં ર૦ થી રપ ટકાનો વધારો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચેે ચાલી રહેલા ભીષણ યુધ્ધને કારણે વૈશ્વિક કક્ષાએ અસર વર્તાઈ રહી છે. ભારતમાં તેેની અસરથી મોંઘવારના સ્તરે જાેવા મળી રહી છે. હોળીના તહેવાર ટાણે જ સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં પુનઃ ઉછાળો આવ્યો છે.
તમામ પ્રકારના તેલમાં વધતા-ઓછા પ્રમાણમાં વધારો નોંધાયો છે. તેલ-મસાલાના ભાવમાં વધારો થવાથી ફરસાણના ભાવમાં વધારો થયો છે. આ અંગે પૂછતા રાયપુર ખાતે આવેલા સૌરાષ્ટ્ર ફરસાણના મિલનભાઈ પંચાલના જણાવ્યા અનુસાર તેલ-મસાલા મોંઘા થવાને કારણે ફરસાણના ભાવમાં ર૦ થી રપ ટકાનો વધારો થયો છે. ફાફડા, પાપડી ,ગાંઠીયા, ખમણ સહિતના ફરસાણ ના ભાવમાં ઉછાળો આવતા નાગરીકો પણ ફરસાણ ઓછુ ખરીદી રહ્યા છે.
૧૦૦ ગ્રામના ભાવ આગામી દિવસોમાં પ૦ની આસપાસ પહોંચી જાય તો નવાઈ રહેશે નહી. પાછલા કેટલાંક સમયથી સિંગતેલ-કપાસિયાના તેલમાં ડબ્બે ભાવ વધી રહ્યા છે. હોળી પહેલાં રૂા.૩૦ થી ૪૦નો વધારો આવ્યો છે. હજુ પણ સિંગતેલ-કપાસિયાના તેલના ભાવમાં વધારો આવે એવી શક્યતાઓ બજારમાં વ્યક્ત કરાઈ રહી છે. તેલના ભાવ વધતા વેપારીઓને પણ ફરસાણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. જેમ જેમ તેલ મસાલા મોંઘા થશે તેમ ફરસાણના ભાવમાં વધારો જાેવા મળશેે.