તેલ-શાકભાજીના ભાવમાં ભડકો
સિંગતેલમાં છેલ્લા ૩ દિવસમાં રૂ.૬૦/- નો વધારોઃ ૧પ લીટર સિંગતેલના રૂ.૧૯રપઃ વરસાદને કારણે આવક ઘટતા : શાકભાજીના ભાવમાં ઉછાળો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ માસથી શરૂ થતાં ધાર્મિક તથા સામાજીક તહેવારોમાં મોંઘવારીનો એક વધુ માર ખાવો પડ્યો છે. દક્ષિણ ગુજરાત તથા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે શાકભાજીની આયાતમાં ઘટાડો થતાં જ શાકભાજી બજારમાં પણ ભાવમાં ઉછાળો જાવા મળી રહ્યો છે.
જથ્થાબંધ શાકમાર્કેટમાં મળતા શાકભાજીના જે ભાવો બોલાય છે તેના કરતાં અનેક ગણી કિંમત છૂટક બજારમાં લેવામાં આવે છે. અને તે પણ વિસ્તાર મુજબ. તેનું કારણ છે વેપારીઓ પર કોઈ કંટ્રોલ નથી.
શાકભાજીના ભાવોની સાથે તેમના ડબ્બાના ભાવો પણ વધતા જાવા મળે છે. છેલ્લા એક સપ્તાહમાં શાકભાજીના જથ્થાબંધ ભાવોમાં ર૦ થી રપ ટકા વધારો નોંધાયો છે. કોથમીર આજે છૂટક બજારમાં ૪૦૦૯ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે.
માત્ર ૩૦ જ દિવસમાં અદાજ સિંગતેલના ૧પ લીટરે રૂ.૬૦નો વધારો થયો છે. તેલ બજારમાં ૧પ લીટર સિંગતેલના રૂ.૧૯રપ બોલાઈ રહ્યા છે. માત્ર ૩૦ દિવસની અંદર જ રૂ.૬૦નો વધારો જાતાં મોંઘવારીનો એક નવો ફટકો પ્રજાને સહન કરવો પડ્યો છે. સત્તાવાળાઓ તથા તેલિબિયાઓની સાંઠગાંઠ વચ્ચે આજે પ્રજા પરેશાન થઈ રહી છે.
ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયુ છે. બચતની વાત તો બાજુએ મુકીશુ. તો પણ આજે મધ્યમ વર્ગની સ્થિતિ ખુબ જ દયનીય બની ગઈ છે. શું ખાવું કે શું ન ખાવું? તેલ, શાકભાજીની સાથે અન્ય ચીજવસ્તુઓના ભાવો પણ વધતા જાય છે.