Western Times News

Gujarati News

તેહરાનમાં મેડિકલ ક્લિનિકમાં ભીષણ વિસ્ફોટ: ૧૯ લોકોના મોત

તહેરાન, ઈરાનની રાજધાની તેહરાનમાં એક મેડિકલ ક્લિનિકમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ૧૯ જેટલા લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. અકસ્માતની તપાસ થઈ રહી છે. તેહરાનની ક્લિનિકમાં ગેસ લીકેજના કારણે વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક તારણ છે.

ઈરાની સરકારી ચેનલના અહેવાલ મુજબ ઈરાનની રાજધાની તેહરાનમાં એક મેડિકલ ક્લિનિકમાં મંગળવારે મોડી રાતે ધડાકાભેર આગ લાગી. હાલ આ આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે. તેહરાનની ઈમરજન્સી સેવાઓના પ્રમુખ પેમૈન સબેરિયને કહ્યું કે દુર્ઘટના કદાચ ગેસ કેપ્સ્યૂલ વિસ્ફોટના કારણે લાગી. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં ૧૦ મહિલાઓ અને ૩ પુરુષ સામેલ છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ૧૯ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ઘટનાસ્થળ પર અનેક ધડાકાનો અવાજ સંભળાયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખમનેઈએ હજુ સુધી આ વિસ્ફોટ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

તેહરાનના ફાયર વિભાગના જલાલ મલેકીએ કહ્યું કે આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે. કહેવાય છે કે વિસ્ફોટના કારણે પાસેની બે ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ થયો ત્યારે ક્લિનિકની અંદર ૨૫ કર્મચારીઓ હતાં. જેઓ મુખ્ય રીતે સર્જરી અને મેડિકલ તપાસ સંબંધિત કામ કરતા હતાં.

સુત્રોએ જણાવ્યું હતું કે જણાવ્યું છે કે મૃતકોમાં ૧૫ મહિલા અને ૪ પુરુષ છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમે ૨૦ લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે. તેહરાનના ડેપ્યુટી ગર્વનરે સરકારી ટેલિવિઝન દ્વારા જણાવ્યું કે આ બિલ્ડિંગમાં મેડિકલ ગેસ ટેંકમાં લીક થવાના કારણે વિસ્ફોટ થયો અને ત્યાર બાદ આગ લાગી. સરકારી ટેલિવિઝને જણાવ્યું છેકે ત્યાં હજુ પણ વધારે વિસ્ફોટ થવાની આશંકા છે, કારણ કે મેડિકલ સેંટરમાં હજી ઘણા ઓક્સિજન ટેંક હાજર છે. આ અગાઉ ગત સપ્તાહે તેહરાનમાં સંવેદનશીલ સૈન્ય મથક પાસે વિસ્ફોટ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.