તૈમૂર અને જેહનો ઉછેર સારી રીતે કરી રહી છે કરીના
મુંબઈ, ૪૧ વર્ષની કરીના કપૂર તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન એમ બે બાળકોની માતા છે. કરીના અને સૈફનો મોટો દીકરો તૈમૂર પહેલાથી જ પોપ્યુલર સ્ટાર કિડ છે અને સોશિયલ મીડિયા પર તેના ઘણા ફેન પેજ પણ છે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કરીના કપૂરના ઘરે બીજા દીકરા જેહનો જન્મ થયો હતો.
જે ઘણીવાર માતા-પિતા સાથે શહેરમાં ફરતો જાેવા મળે છે. જેહના જન્મ બાદ કરીના કપૂરે તેને પ્રેગ્નેન્સી બૂક કરીના કપૂર પ્રેગ્નેન્સી બાઈબલઃ ધ અલ્ટિમેટ મેન્યુઅલ ફોર મોમ-ટુ-બી’ લોન્ચ કરી હતી. કરીના કપૂર બંને દીકરાને સંભાળવાની સાથે-સાથે કામ પણ કરી રહી છે.
હાલમાં તેણે તે તૈમૂર અને જેહનો ઉછેર કેવી રીતે કરી રહી છે તેના વિશે વાત કરી હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન કરીના કપૂરે કહ્યું હતું કે ‘ટિમ અને જેહના કેસમાં, મને લાગે છે કે વિચાર એ છે કે તેઓ મને હમણાં પણ કામ પર જતા જાેવે છે. હું જ્યારે પર જૂતા પહેરું છું ત્યારે તૈમૂર પૂછે છે કે ‘તમે ક્યાં જઈ રહ્યા છો?’.
મારો જવાબ હોય છે ‘હું કામ પર જઈ રહી છું અથવા શૂટિંગ માટે જઈ રહ્યું છું અથવા ઈવેન્ટ માટે જઈ રહી છું અથવા મીટિંગ માટે જઈ રહી છું કારણ કે અમ્માને પણ કામ કરવાનું છે’. અબ્બા કામ કરે છે તેથી અમ્મા પણ કરે છે. આ ઘરમાં માત્ર પુરુષ જ કામ નથી કરતા, અમે બંને સમાન રીતે બધુ સંભાળીએ છીએ તે હકીકત જાેઈને તેઓ મોટા થાય તેવુ ઈચ્છું છું’.
બેબોએ આગળ કહ્યું હતું કે ‘અમે બંને જમવાનું ટેબલ પર લઈને આવીએ છીએ. અમે બંને તે હકીકત બાબતે સ્પષ્ટ છીએ કે અમે દંપતી તરીકે કામ કરીએ છીએ. અમે ભાવનાત્મક રીતે એકબીજા પર ર્નિભર છીએ અને આર્થિક બાબતો અમે વહેંચીએ છીએ. મારા છોકરાઓ તે જાણીને મોટા થાય છે કે, તેની માતામાં ક્ષમતા છે અને તેના ઘરમાં તે એક પ્રકારનો આદર ઈચ્છે છે અને મેળવે છે. કામ પર જવું, કામ કરવું અને ઘરે પરત ફરવું તેમને સારું જીવન આપવા માટે છે. મહિલાઓ સમાન હોય છે તે જાણવું છોકરાઓ માટે અગત્યનું છે. એક માતા તેમના પિતાની બરોબર છે’.SSS