તોડી પાડ્યા રશિયાના 52 ફાઈટર જેટ: યુક્રેનનો દાવો

કિવ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ૧૩ મો દિવસ છે. યુક્રેન પર રશિયા સતત હુમલા કરી રહ્યું છે, જ્યારે યુક્રેન પણ રશિયાને જડબાતોડ જવાબ આપવાનો દાવો કરી રહ્યું છે. ઘણા દેશોને ડર છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.
યુદ્ધના કારણે ઘણા દેશોના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. ભારત પોતાના નાગરિકોની વાપસી માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધના ક્ષણ ક્ષણ અપડેટ્સ અહીં જાણો.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા આજે (મંગળવારે) તુર્કીમાં મળશે. બંને નેતાઓ તુર્કીમાં બેઠક કરશે. તુર્કીએ આશા વ્યક્ત કરી છે કે યુદ્ધનો અંત આવશે.
Kyiv Independent એ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના મુખ્ય ગુપ્તચર નિર્દેશાલયના અહેવાલથી જણાવ્યું હતું કે યુક્રેને ખારકીવ નજીક રશિયન મેજર જનરલ Vitaly Gerasimov ની હત્યા કરી હતી. સ્પુટનિકના જણાવ્યા અનુસાર, યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી વચ્ચે સીધી વાતચીત કરવા માટે આહ્વાન કર્યું છે.
રશિયા યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થઈ. માનવતાવાદી કોરિડોર દ્વારા લોજિસ્ટિક્સની ડિલિવરી અંગે બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી. રશિયાએ કહ્યું કે કોઈ સકારાત્મક પરિણામ નથી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સીરિયન લડવૈયાઓ પાસેથી મદદ મેળવવાના દાવાને ફગાવી દીધા છે. પુતિને કહ્યું કે યુક્રેનમાં માત્ર રશિયન સેના જ લડી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દેશને સંબોધતા કહ્યું કે હું ક્યાંય ભાગ્યો નથી.
હું કિવમાં મારી ઓફિસમાં છું. તેણે ફરીથી દેશમાંથી ભાગી જવાના દાવાઓને નકારી કાઢ્યા. યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે યુક્રેન યુદ્ધ શરૂ થયાના ૧૨ દિવસમાં ૫૨ રશિયન ફાઇટર જેટ અને ૬૯ હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે.SSS