Western Times News

Gujarati News

તોફાની તત્વો સામે ઉત્તરપ્રદેશ સરકારની કઠોર કાર્યવાહી

નવી દિલ્હી: નાગરિકતા કાનૂનને લઇ હિંસક વિરોધ પ્રદર્શન પર અંકુશ મેળવવા માટે ઉત્તરપ્રદેશ સરકાર વધુ કઠોર કાર્યવાહી કરી રહી છે. જા કે, ૨૧ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે અને હિંસાની આશંકાને ધ્યાનમાં રાખી સતર્કતા રાખવામાં આવી રહી છે. ડીજીપી ઓપી સિંહને કઠોર સંદેશ આપતા કહ્યું હતું કે, કાર્યવાહી દરમિયાન નિર્દોષનો પકડાવામાં આવશે નહીં પરંતુ પ્રદર્શનકારીઓને છોડવામાં આવશે નહીં. હિંસક તત્વોને કઠોર સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે, તેઓ પીએફઆઈના સભ્યો હોય કે પછી કોઇ રાજનીતિક પાર્ટીના તેમને છોડવામાં આવશે નહીં.

નાગરિકતા કાયદા પર થઈ રહેલા વિરોધને જોતા આજે જુમ્માની નમાજ પહેલા ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. યુપીના ૧૪ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે

તેમાં ગાઝિયાબાદ (ગત રાત ૧૦ વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્‌ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે. આ બાજુ હવે સરકારે ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓની ઓળખ કરીને હવે જિલ્લા વહીવટીતંત્ર તેમને નોટિસ ફટકારી રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીઓની ઓળખ કરીને ૩૭૩ લોકોને નોટિસ મોકલવામાં આવી છે. હકીકતમાં લખનઉ માં ૧૯ ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્‌યું હતું તેમની ઓળખ કરીને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.