Western Times News

Gujarati News

તોફાની પવનમાં તોતીંગ હોર્ડિંગ્સ કાળમુખા બનવાની દહેશત

પ્રતિકાત્મક તસવીર

‘મહા’ વાવાઝોડા સામે અમદાવાદ મ્યુનિ.કોર્પો.નું તંત્ર ઘોર નિંદ્રામાં

(પ્રતિનિધિ) અમદાવાદ :  ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહયું છે અને રાજયભરના મોટાભાગના વિસ્તારોમાં સાવચેતીના તમામ પગલા ભરવામાં આવી રહયા છે ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં હજુ પણ દિવાળીનો માહોલ હોય તેવી પરિસ્થિતિ  જાવા મળી રહી છે. અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર થશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.

ત્યારે અમદાવાદ શહેરમાં ઠેરઠેર લગાવવામાં આવેલા હો‹ડગ્સ અને મોટા બેનરો યમદુત બને તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. પરંતુ મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ પણ સામાન્ય પવનમાં પણ આવા હોર્ગિગ્સો  ધરાશાયી થયાની ઘટનાઓ ઘટી છે ત્યારે હવે કોર્પો.નું તંત્ર કયારે જાગશે તેવો પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાઈ રહયો છે.

અમદાવાદ સહિત રાજયભરમાં મહા વાવાઝોડાની અસર જાવા મળશે જાકે વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહયું છે તેમ તેમ રાજયભરના વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે અને વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે ત્યારે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત તોફાની પવન પણ ફુંકાશે તેવી શક્યતા વ્યકત કરાઈ છે. સફાળી બનેલી રાજય સરકારે રાજયના તમામ દરિયા કિનારાના વિસ્તારોમાં અગમચેતીના તમામ પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કોઈ જ અગમચેતીની કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

મહા વાવાઝોડાની અસરથી અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આકાશ વાદળોથી છવાઈ ગયું છે અને અનેક સ્થળો પર વરસાદ પડી રહયો છે.  વાવાઝોડુ હજી ૬૦૦ કિ.મી. દૂર છે તેમ છતાં તેની અસર શરૂ થઈ ગઈ છે અને વાતાવરણમાં પણ પલ્ટો આવી ગયો છે ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિ  સર્જાઈ છે જેના પરિણામે ગુજરાતમાં આગામી દિવસોમાં શાકભાજી અને અનાજના ભાવોમાં વધારો જાવા મળશે.

ગુજરાતમાં વાવાઝોડાની અસરથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન ચર્ચાસ્પદ બનેલા અમદાવાદ મ્યુનિ. કોર્પો.નું તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં પોઢી રહયું છે અમદાવાદ શહેરમાં પણ વાવાઝોડાના કારણે અસર થશે તેવી સ્પષ્ટ દહેશત વ્યકત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર હજુ સુધી જાગ્યું નથી.

અમદાવાદ શહેરમાં ઠેરઠેર ઉંચા અને વિશાળ હોડિંગ્સ લગાડવામાં આવેલા છે આ તમામ હોર્ડિગ્સ  પવનમાં ભયજનક બને તેવી દહેશત સેવાઈ રહી છે. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને તેની સાથે સાથે પવન પર ફુંકાવાનો છે આ પરિસ્થિતિમાં ૬ તારીખની રાત્રે વાવાઝોડું સંભવત ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાનું છે

ત્યારે હજુ સુધી અમદાવાદ શહેરમાં અગમચેતીના પગલાંરૂપે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. રોડ રસ્તા રીપેર કરવાની જાહેરાતો કરવામાં આવી રહી છે પરંતુ તે કામગીરીમાં પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે. ત્યારે હવે આ હોડિંગ્સો સામાન્ય નાગરિકો માટે જીવલેણ સાબિત ન થાય તેવી પ્રાર્થના નાગરિકો કરી રહયા છે. અગાઉ સામાન્ય પવન અને વરસાદમાં શિવરંજની પાસે તોતીંગ હો‹ડગ્સ ધરાશાયી થયું હતું આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ આવા હોડિંગ્સો ધરાશાયી થવાની ઘટનાઓ ઘટેલી છે.

પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. પવનમાં કેટલાક જર્જરિત વૃક્ષો પણ ધરાશાયી થાય તેવી દહેશત વ્યકત કરાઈ છે પરંતુ કોર્પોરેશન દ્વારા આવા વૃક્ષોનો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી જેના પરિણામે જા વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકે તો અમદાવાદના નાગરિકો ઉપર પણ હો‹ડગ્સ અને જર્જરિત ઝાડોનું જાખમ તોળાશે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.