તોલમાપ ખાતાએ ડીમાર્ટને ૯૦ હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદ, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ પર હંમેશા લોકોની લાઇનો હોય છે. જાે તમે પણ ત્યાંથી ખરીદી કરતા હોવ તો તમારે આ સમાચાર સાંભળવા જાેઇએ. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ડીમાર્ટમાં તોલમાપ વિભાગ દ્વારા ૯૦ હજાર રૂપિયાનો દંડ ફંટકારવામાં આવ્યો છે.
ડી-માર્ટના સેટેલાઈટ સ્ટોરમાં વેચાણમાં મૂકવામાં આવેલા પેકેટ પર નિયમ અનુસાર વિગતો ન હોવાથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની અનેક ફરિયાદ મળી હતી. જે બાદ અધિકારીઓએ તપાસ કરતાં ફરિયાદમાં તથ્ય હોવાનું સામે આવ્યું હતું.
જેના ડી-માર્ટ પાસેથી ૯૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. ડી-માર્ટમાં જે પેકેટનું વેચાણ થઈ રહ્યું હતું તેના પર ધી લિગલ મેટ્રોલોજી એક્ટ ૨૦૦૯ અને પેકેજિંગ કોમોડિટી રૂલ ૨૦૧૧ મુજબ જે પણ જરૂરી નિર્દેશ હોવા જાેઈએ તે દર્શાવવામાં આવ્યા ન હતા.
આ અંગે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મળી હતી. તપાસ કરતાં ફરિયાદ સાચી હોવાનું ખૂલતાં દંડ ફટકારાયો હતો. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં લીગલ મેટ્રોલોજીના નિયામક ચંદ્રેશ કોટકે જણાવ્યું હતું કે, ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા કોઈપણ પ્રકારના એકમો સામેની ફરિયાદ નોંધાશે તો વિભાગ તરત જ તપાસ કરશે.
તપાસમાં તથ્ય દેખાશે તો કડક પગલા લેવામાં આવશે. ૨૦૨૦-૨૧માં ૧,૭૯,૬૭૬ અને ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં ૭૨,૯૩૮ એકમોની તપાસ કરાઈ હતી. જેમાં ૨૦૨૦-૨૧માં ૯,૭૪૪ અને ૨૦૨૧માં ૩,૩૩૮ એકમો સામે કાયદેસરની કાર્યવાહી થઈ હતી.
જેમાં અનુક્રમે ૩૦.૭૨ કરોડ અને ૧૩.૮૬ કરોડનો દંડ લેવાયો હતો. નોંધનીય છે કે, જે એકમો સામે ગ્રાહકો સાથે છેતરપિંડી કે નિયમભંગ બદલની ફરિયાદમાં તપાસ કરાઇ હતી તેમાં પેટ્રોલ પંપ, પુરવઠા વિભાગના ગોડાઉન, સસ્તા અનાજની દુકાન, ગેસ ડીલર-ગોડાઉન, માર્કેટ યાર્ડ, વજન કાંટા, સોના-ચાંદીની દુકાન, ઉત્પાદકો, કેરોસીન ફેરિયાઓ, મીઠાઇ-ફરસાણની દુકાનો, ડેરી ઉત્પાદન અને આયાતી માલના પેકિંગ સહિત અનેક એકમોને દંડ કરવામાં આવ્યો હતો. જેમાં ઓછુ વજન, વધુ પડતો ભાવ લેવો અને પેકેજિંગમાં જે વિગતો દર્શાવી હોય તેના કરતા ઉત્પાદન-વેચાણના માલમાં ફેરફાર હોવાનો પણ સમાવેશ થાય છે.SSS