તો શું બાબરી મસ્જિદ જાદૂથી તોડી પાડવામાં આવી હતી?: અસદુદ્દીન ઓવૈસી
નવી દિલ્હી, હૈદ્રાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં આજે કોર્ટે આપેલા ચુકાદા બાદભડકી ઉઠ્યા છે. ઓવૈસીએ કહ્યુ હતુ કે, આજે અદાલતના ઈતિહાસનો કાળો દિવસ છે.જો મસ્જિદ તોડવાનુ કાવતરુ નહોતુ તો શું જાદૂથી મસ્જિદપાડી દેવામાં આવી હતી.. હું એક ભારતીય મુસ્લિમ તરીકે આજે અપમાન, શરમ અને અસહાયતા મહેસૂસ કરી રહ્યો છું.આ જપ્રકારની લાગણી મને જ્યારે બાબરી મસ્જિદ તુટી ત્યારે થઈ હતી.
ઓવૈસીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને અપીલ કરી છે કે, આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે.ઉલ્લેખનીય છે કે, સીબીઆઈની કોર્ટે આ મામલામાં 32 આરોપીઓને છોડી મુક્યા છે.કોર્ટે સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા કેટલાકપૂરાવાને પણ માનવાનો ઈનકાર કરી દીધો છે.