..તો હજારો રિક્ષાચાલકો બેકાર બનશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : RTOમાં લાયસન્સ કરાવવા રીન્યુ કરાવવા, કે અન્ય કોઈપણ કામ લોકો આવતાં હોય છે. અને કલાકો સુધી સમય વેડફાતો હતો.લોકોની મુશ્કેલી ટાળવા તથા ઝડપથી કાર્ય થાય લોકોનો સમય ન વેડફાય તે માટે ઓનલાઈન સીસ્ટમ અમલમાં મુકી પરંતુ પ્રથમ ગ્રાફી માફક પ્રજાને મુશ્કેલીઓ દૂર તથા વારંવાર સર્વર ડાઉન રહેતાં, આર.ટીઓની ઓફીસે કામ આવતા લોકોનો કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહેવું પડતું હોવાની ઘણી ફરીયાદો થઈ છે.
આમ સગવડ પણ ઉભી કરી અગવડ-ભણેલા લોકોને ઓનલાઈનો કારણે જયારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો સાત-આઠ ધોરણ પાસથયેલ, તથા અભણ માણસોને કેટલી તકલીફ પડતી હોય છે. તેઓ ખ્યાલ આર.ટી.ઓના અધિકારીઓને આવતો નથી જેને કારણે આખો દિવસ બગડે છે. પણ કામ થતા નથી.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સોમવારે લાયસન્સ મેળવવા આવેલ રીક્ષાચાલકોમાંથી ૭૦ ટકા રીક્ષા ચાલકોને લાયસન્સ મેળવ્યા વગર પરત ફરવું પડતું હોય છે. એટલા માટે નહી કે તેઓ ડ્રાઈવીગ આવડતું નથી. પરંતુ અક્ષત સામનો તથા કોમ્પ્યુટરના શિક્ષકના અભાવે તેઓ લાયસન્સ મેળવી શકયા નથી.
આજે પરિસ્થિતીને એ સર્જાઈ છે કે તમો વાંચી લખી શકતા ન હો તો તમે લાયસન્સ મેળવવા યોગ્ય નથી. આજે ઘણા રીક્ષાચાલકો અંગુઠા છાપ છે. પરંતુ રોજી રોટી મેળવવા રીક્ષા ચલાવવાનું શીખી લાયસન્સ મેળવી પરીવારનું ગુજરાન કરીશ તેવા સ્વપ્નો સેવતા પણ હોય છે.
આ વાતો સમર્થન આપતી આર.ટી.ઓ. ઓફીસર એસ.પી.મુનિના જણાવે છે કે રવિવારે લાયસન્સ મેળવવા માટે આવશે રીક્ષાચાલકોમાંથી ૭૦ ટકા રીક્ષા ચાલકો લાયસન્સ મેળવી શકયા ન હતા. કારણો આ રીક્ષાચાલકો કોમ્પ્યુટર શિક્ષણથી અજ્ઞાન હતો.
એક રીક્ષાચાલકે એની કરૂણકથતી કહેવા જણાવ્યું કે લાયસન્સ મળશે તે આશાએ સવારના ૭ વાગ્યાથી આર.ટી.ઓ. કચેરીએ આવ્યો હતો. રીક્ષા ચલાવી તેના પરીવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ નસીબ બે ડગલા આગળ ને આગળ જ આખો દિવસ પસાર થયો પરંતુ સાંજના નિરાશ થઈ પાછા ફરવું પડયું આમ રવિવારની રોજી તો ગુમાવી પરંતુ સાથેસાથે લાયસન્સ ન મળવાને કારણે તેની કાયમીની રોજી રોટી પણ ગઈ તેનું તેને ખૂબ જ દુઃખ હતું.
આર.ટી.ઓના એક અધિકારીની જણાવ્યામુજબ જા રીક્ષાચાલક કોમ્પ્યુટરની સમજી ન શકે તો રસ્તા ઉપરની ટ્રાફિક સીગ્નલ કેવી રીતે સમજી શકશે ? આર.ટી.ઓની અધિકારીઓ અભણ રીક્ષાચાલકોનો પ્રશ્નો તો સરળતાથી ઉકેલ નહી લાવશે તો હજારો ઓટો રીક્ષા ચાલકો બેકાર બનશે,તેમ ઓટો રીક્ષાના આગેવાનો કહી રહયા છે.