તૌક્તેના વિનાશ બાદ અરબ સાગરમાંથી ૨૬ની લાશ મળી, ૪૯ હજુ ગુમ
નવીદિલ્હી: ચક્રવાતી વાવાઝોડામાં ફસાયેલા અરબ સાગરમાં ડૂબેલા બાર્જ પી ૩૦૫થી ગુમ ૭૫ લોકોમાંથી અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયાની ખરાઈ થઈ ચૂકી છે. આ લાશોને અરબ સાગરમાંથી કાઢીને તટ પર લાવવામાં આવી છે. આ લાશો મુંબઈ કિનારાથી ૫૦થી ૬૦ નોર્ટિકલ માઈલ્સ એટલે કે ૯૦ કિમીથી વધારે ક્ષેત્રમાં તરતી મળી હતી. બાજ પી૩૦૫ ના ૪૯ ક્રુ મેમ્બર્સ હજું પણ ગુમ છે. જ્યારે ૧૮૬ લોકો પહેલાથી બચાવી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પહેલા સમાચાર મળ્યા હતા કે બાર્જ પર ૨૭૩ લોકો સવાર હતા. પરંતુ ર્ંદ્ગય્ઝ્ર જેણે બાર્જને તૈનાત કર્યા હતા. બાદમાં જણાવ્યું કે બાર્જ પર ૨૬૧ લોકો જ સવાર હતા. અધિકારીઓનું કહેવુ છે કે ગુમ ૪૯ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન જારી રહેશે.રેસ્ક્યૂ મિશનમાં ભારતીય નૌસેનાના ૫ જહાજ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હેલિકોપ્ટર્સ અને કોસ્ટ ગાર્ડ્સની પણ મદદ લેવામાં આવી રહી છે.
ડીપી શિપિંગના સૂત્રોએ કહ્યુ કે પી- ૩૦૫ ના તમામ ક્રુએ લાઈફ જેકેટ પહેરી રાખ્યુ હતુ. જે ગુમ છે તે સમુદ્રમાં નહીં ઉતરી રહ્યા હોય. તેવી આશંકા સેવાઈ રહી છે. જે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે તે કલાકનોથી સમુદ્રમાં લાઈફ જેકેટ સાથે તરી રહ્યા હતા.
કુલ ૪ વેસલ્સ (મુંબઈ તટની ૨ બાર્જ, ગુજરાતના પીપાવાવ બંદરથી ભટકી એક બાર્જ અને એક ડ્રિલશિપ) માટે મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.
આ ચારે બોમ્બે હાઈમાં ઓએનજીસીના એક ઓફશોર પ્લેટફોર્મ્સને સ્વસ્થ કરવામાં લાગી હતી. આવો જાણીએ કે તોઓ કેવી રીતે ફસાયા સમુદ્રમાં.મંગળવારે સાંજ સુધીમાં સમુદ્રમાં ફસાયેલા કુલ ૬૩૮ લોકોને બચાવી લેવાયા હતા. તે બાદ ગુમ લોકોને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે. અત્યાર સુધીમાં ગુમ થયેલામાંથી ૨૬ની લાશ મળી છે.
તૌક્તેએ સોમવારે રાજે ગુજરાત તટ પર અથડાયું જ્યાં અનેક તેલ અને ગેસ પ્રતિષ્ટાન છે. કિનારાથી દુર જ્યાં તેલ અને ગેસ ઉત્પાદન વિસ્તાર છે. ત્યારે કિનારા પર બે મોટી રિફાઈનરી તથા કેટલાક બહું વ્યસ્ત બંદર છે. ગુજરાતમાં ૧૯૯૮માં આવેલા તોફાન જેટલી જ તીવ્રતાથી આવ્યું હતુ આ તોફાન. જાે કે પછીથી નબળુ પડ્યુ હતું