Western Times News

Gujarati News

ત્યજી દેવાયેલા માસૂમ શિવાંશના પિતા મળ્યા: માતા અંગે ઘુંટાતુ રહસ્ય

પોલીસની કામગીરીની ગૃહ રાજ્યમંત્રીએ કરેલી પ્રશંસા

અમદાવાદ, ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. આ સમગ્ર મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, આ બાળકના માતા-પિતાને શોધવા માટે જિલ્લાની વિવિધ ૧૪ ટીમોએ કામગીરી હાથ ધરી હતી. ઝ્રઝ્ર્‌ફ થી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

વાહન રજિસ્ટ્રેશન નંબરથી માલિકના ઘર સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી. આ બાળકનું નામ શિવાંશ છે અને તેની ઉંમર ૮ થી ૧૦ માસનો છે. પિતા સચિન બાળકને મુકી રાજસ્થાન ભાગી ગયો હતો, જેણે ચાર-પાચ કલાકમાં ગાંધીનગર લવાશે. ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, બાળક સચિનની પત્નીનું નથી. સચિનને રાજસ્થાનથી ગાંધીનગર લાવ્યાં બાદ સમગ્ર મામલો સામે આવશે.

જનતા પાર્ટીના કોર્પોરેટર યશોદા બનીને આ બાળકને તેના માતાએ જેટલો પ્રેમના આપ્યો હોય એ પ્રકારનો પ્રેમ આપ્યો હતો. બાળકના પિતા વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર છે. ૧૯૦થી વધુ પરિવારોએ બાળકને દત્તક લેવા માટે કીધુ હતું. આખી રાત પોલીસ-મીડિયાએ મહેનત કરી હતી.

પેથાપુરના નાગરિક તપાસમાં જાેડાયા હતા.કોર્પોરેટર દીપ્તિબેને યશોદા બની બાળકને પ્રેમ આપ્યો.બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં સુધી બાળકને માતાની જેમ પ્રેમ આપ્યો. અલગ અલગ કુલ ૧૪થી વધુ ટીમ બનાવવામાં આવી હતી.

માતા પિતાને શોધવાનું કામ કર્યું. પોલીસની ટીમને અભિનંદન પાઠવું છું. માસૂમ સ્મિતના પિતા અંગે જાણવા મળતી વિગતો અનુસાર, બાળકના પિતા સચિન દિક્ષિત મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને ગાંધીનગરમાં ડી-૩૫, સેક્ટર-૨૬માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. તે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળકને તરછોડ્યા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો છે. હાલ તેના ઘરે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છેકે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની ૮ ટીમ તૈયાર કરાઈ હતી, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની ૪ ટીમ તથા ૨ ટીમ મહિલા પોલીસ અને ૨ સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, આ દિક્ષિત દંપતી સેક્ટર ૨૬માં આવેલી ગ્રીનસિટી સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને બાળકને તરછોડ્યા બાદ પરિવારના ચાર સભ્યો ઘરે તાળું મારીને જતાં રહ્યાં હતાં.

પોલીસને પ્રાથમિક વિગતો મળ્યા બાદ ત્યાં પૂછપરછ માટે પહોંચી હતી, પરંતુ પાડોસીઓ તરફથી પણ પોલીસને સંતોષજનક જવાબ મળ્યો ન હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.