ત્રણેય ખાન અને કપુર્સને પાછળ પાડી અક્ષયે નં.૧નો ખિતાબ મેળવ્યો
મુંબઇ, કોરોના વાયરસમાં જયાં જનતા સિનેમાહોલથી દુર થઇ ગઇ છે તો બીજી તરફ બોલિવુડ ફિલ્મોની શુટીંગ પણ બંધ છે.કોરોના કાળ પહેલા શુટ થયેલી કેટલીક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે તે પણ ડિજીટલ પ્લેટફોર્મ પર કેટલાક સુપરસ્ટાર્સની ફિલ્મો તો લાંબા સમયથી રિલિઝ થઇ જ નથી તેમ છતાં સલમાન શાહરૂખ અને આમિર ખાન અને અમિતાત્ર બચ્ચન જેવા કલાકારો ટોપ ૧૦માં સામેલ છે પરંતુ તેમને જાણીને નવાઇ લાગશે કે આ ચારમાંથી કોઇ પણ નંબર એકની પોઝીશન લઇ શકયું નથી ટોપ પોઝીશન મેળવનાર વ્યક્તિ અક્ષયકુમાર છે દેશની જનતાએ અક્ષયને પહેલા નંબરનું સ્થાન આપ્યું છે.
આ સર્વેમાં ૧૨ હજાર લોકોના ઓપિનીયન લેવામાં આવ્યા છે જેમાં ૨૪ ટકા લોકોએ અક્ષયકુમારને વોટ આપીને સર્વોચ્ચ સ્થાને બેસાડયા હતાં બચ્ચનને ૨૩ ટકા તેમજ શષાહરૂખ ખાનને ૧૧ ટકા અને સલમાન ખાનને ૧૦ ટકા લોકોએ ટોચના એકટર ગણાવ્યા હતાં. ૨-૨ ટકા લોકોએ રણબીર અને શાહીદને પોતાનો ફેવરીટ એકટર ગણાવ્યા હતાં આ સર્વે ૧૯ રાજયોમાં ૧૫થી ૨૭ જુલાઇ વચ્ચે કરવામાં આવ્યો હતો સર્વેના સેમ્પલમાં ખેડૂત નોકરિયાત વર્ગ વ્યાપારી વર્ગ અને વિદ્યાર્થીઓ સામેલ હતાં.HS